ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

શીખ અલગતાવાદી પન્નુની હત્યાના કાવતરાના કેસની ભારતની તપાસને અમેરિકાએ આવકારી

Text To Speech
  • યુદ્ધ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી એન્થની બ્લિંકન ઈઝરાયેલના પ્રવાસે 
  • શીખ અલગતાવાદી પર હત્યાના પ્રયાસ અંગેની તપાસ શરૂ કરવાની ભારતની જાહેરાત યોગ્ય : વિદેશ મંત્રી  

વોશિંગ્ટન, 1 ડિસેમ્બર : અમેરિકાના વિદેશ મંત્રી એન્થની બ્લિંકન ઈઝરાયેલના પ્રવાસે ગયા છે. વિદેશ મંત્રી એન્થની બ્લિંકને ઇઝરાયેલના તેલ અવીવમાં શીખ અલગતાવાદી હત્યાના કાવતરાના કેસને લઈને ગુરુવારે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે, “ અમેરિકામાં ખાલિસ્તાની તરફી અલગતાવાદી નેતા ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના નિષ્ફળ કાવતરામાં ભારતીય અધિકારીની સંડોવણીના આરોપોની તપાસની ભારત સરકારની જાહેરાત સારી અને યોગ્ય છે.”

 

એન્થની બ્લિંકને ઇઝરાયેલના તેલ અવીવમાં પત્રકારો સાથે કરી વાતચીત

ઇઝરાયેલના તેલ અવીવમાં અમેરિકી વિદેશ મંત્રી એન્થની બ્લિંકને પત્રકારોને જણાવ્યું હતું કે,“ આ એક કાનૂની પ્રક્રિયા છે. હું એમ કહી શકું છું કે આ એવી વસ્તુ છે જે આપણે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. છેલ્લા અઠવાડિયામાં આપણામાંથી ઘણા લોકોએ આ વાત સીધી ભારત સરકાર સાથે ઉઠાવી છે. સરકારે આજે જાહેરાત કરી હતી કે તે તપાસ કરી રહી છે અને તે સારું અને યોગ્ય છે અને અમે પરિણામો જોવાની રાહ જોઈ રહ્યા છીએ.”

આ સમગ્ર કેસ શું છે ?

ન્યૂયોર્કમાં રહેતા એક અમેરિકનની કથિત હત્યાનું ભારતીય નાગરિક કાવતરું ઘડી રહ્યું છે. આ પ્લાનમાં નિખિલ ગુપ્તા નામનો એક વ્યક્તિ સામેલ હતો જેનો સીસી-1 નામના ભારતીય અધિકારી સાથે સંપર્ક હોવાનો અમેરિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ગુરપતવંત સિંહ પન્નુનું નામ સીધું લીધું ન હતું. પરંતુ તેણે જે રીતે ન્યૂયોર્કનો ઉલ્લેખ કર્યો તે સ્પષ્ટ હતું કે તે પન્નુ વિશે વાત કરી રહ્યા છે. ખાલિસ્તાની સમર્થક પન્નુ ન્યૂયોર્કમાં રહે છે અને તેની પાસે કેનેડાની નાગરિકતા પણ છે.પન્નુએ વ્યક્તિ છે જે અમેરિકા અને કેનેડામાં ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે.

આ પણ જાણો :PM મોદી ક્લાઈમેટ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા દુબઈ, કહ્યું- અમે એક સારો ગ્રહ બનાવવા માંગીએ છીએ

Back to top button