મણીપુરની બેંકમાં લૂંટારૂઓએ ધોળે દિવસે ચલાવી 18.85 કરોડ રૂપિયાની લૂંટ
- મણિપુરના ઉખરુલમાં ધોળે દિવસે લૂંટારૂ ત્રાટક્યા
- બેંક કર્મચારી તે સમયે પૈસાની ગણતરી કરી રહ્યા હતા
- લૂટારૂઓએ બંદૂકની અણીએ 18.85 કરોડની લૂટ ચલાવી
ઇમ્ફાલ, 1 ડિસેમ્બર: મણિપુરના ઉખરુલ શહેરમાં ગુરૂવારે પંજાબ નેશનલ બેંક (PNB)ની એક શાખામાં લૂંટની મોટી ઘટના બની હતી. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અજાણ્યા સશસ્ત્ર ડાકુઓએ ઉખરુલમાં સ્થિત PNB શાખામાં લૂંટ ચલાવી હતી અને 18.85 કરોડ રૂપિયાની લૂંટ કરી હતી. પોલીસે પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું કે, 8 થી 10 સશસ્ત્ર માણસો બપોરે ઉખરુલ શહેરના વ્યૂલેન્ડ-1 સ્થિત PNB બેંકની શાખા પર ત્રાટક્યા હતા. તે સમયે બેંકના કર્મચારીઓ આખા દિવસની લેવડદેવડ પછી પૈસાની ગણતરી કરી રહ્યા હતા.
🚨 News coming in: Punjab National Bank, Ukhrul distrct #Manipur looted by armed miscreants. Apparently Rs 18.52 crores looted.@AmitShah @PMOIndia @ANI @AbhijitChavda @RajatSethi86 @pushkal_dwivedi @RituRathaur @AskAnshul @OpIndia_com @JaipurDialogues @timesofindia… pic.twitter.com/JFEvJ20Hsc
— Meitei Heritage Society (@meiteiheritage) November 30, 2023
બેંક કર્મચારીઓને દોરડાથી બાંધ્યા
પોલીસના જણાવ્યા અનુસાર, હથિયારબંધ લૂંટારૂઓ પૈસાની ગણતરી કરતા કર્મચારીઓ પાસે પહોંચ્યા અને 18.85 કરોડ રૂપિયાની લૂંટ ચલાવી. અજ્ઞાત માસ્ક પહેરેલા માણસો પાસે અત્યાધુનિક હથિયારો હતા અને તેમણે સુરક્ષા કર્મચારીઓ અને PNB શાખાના કર્મચારીઓને ઘેરી લીધા હતા. ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓ અને બેંક કર્મચારીઓને બંદૂકની અણી પર દોરડાથી બાંધી દેવામાં આવ્યા હતા. લૂ્ંટારૂઓએ રોકડ લઈને જતા સમયે સુરક્ષા કર્મચારીઓ અને બેંક કર્મચારીઓને સ્ટોર રૂમની અંદરથી બંધ કરી દીધા હતા. ઘટનાની માહિતી મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ સુરક્ષા દળો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બેંક ઓથોરિટીએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જુલાઈમાં ચુરાચંદપુરમાં બેંકની લૂંટ થઈ હતી
અહેવાલો અનુસાર, બેંકમાં આટલી મોટી લૂંટની જાણ થતાં જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના બાદ સુરક્ષા દળોએ લૂંટારાઓને પકડવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે, મણિપુરમાં 7 મહિના પહેલા ફાટી નીકળેલી જાતિ હિંસા પછી પહેલીવાર ઉખરુલ શહેરમાં લૂંટની આટલી મોટી ઘટના બની છે. અગાઉ જુલાઈમાં એક સશસ્ત્ર ટોળકીએ ચુરાચંદપુરમાં એક્સિસ બેંકની શાખામાંથી 1 કરોડ રૂપિયાની લૂંટ કરી હતી.
આ પણ વાંચો, PM મોદી ક્લાઈમેટ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા દુબઈ, કહ્યું- અમે એક સારો ગ્રહ બનાવવા માંગીએ છીએ