ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

PM મોદી ક્લાઈમેટ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા દુબઈ, કહ્યું- અમે એક સારો ગ્રહ બનાવવા માંગીએ છીએ

  • વડાપ્રધાન મોદીનું દુબઈમાં ભારતીય સમુદાયના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
  • PMની મુલાકાતથી ભારતીય સમુદાયની સાથે-સાથે બોહરા સમુદાય પણ ખુશ

દુબઈ, 1 ડિસેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ ઓન ક્લાઈમેટ’ (COP-28)ની વર્લ્ડ ક્લાઈમેટ સમિટમાં ભાગ લેવા માટે ગુરુવારે મોડી રાત્રે યુનાઈટેડ આરબ અમીરાતની રાજધાની દુબઈ પહોંચ્યા હતા. જ્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. દુબઈમાં વડાપ્રધાનના આગમનની ઉજવણી માટે લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હતા. દુબઈ પહોંચ્યા બાદ PMએ જણાવ્યું હતું કે, “અમે એક સારો ગ્રહ બનાવવા માંગીએ છીએ.” PM મોદીની મુલાકાતથી ભારતીય સમુદાયની સાથે બોહરા સમુદાય પણ ખુશ છે.

 

પીએમ મોદીએ કહ્યું- હવે કોન્ફરન્સની રાહ જોઈ રહ્યા છીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “તેઓ COP-28 સમિટમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચ્યા છે. હવે સમિટની કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે. આ પ્રક્રિયાનો ઉદ્દેશ્ય એક સારો ગ્રહ બનાવવાનો છે. આપણી સંસ્કૃતિના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને, ભારતે હંમેશા સામાજિક અને આર્થિક વિકાસ તેમજ આબોહવાની પ્રક્રિયા પર ભાર મૂક્યો છે. અમારા G-20 પ્રમુખપદ દરમિયાન, આબોહવા અમારી પ્રાથમિકતામાં ટોચ પર હતી. દિલ્હી ઘોષણામાં આબોહવા ક્રિયા અને ટકાઉ વિકાસ અંગેના ઘણા નક્કર પગલાંનો સમાવેશ થાય છે. મને આશા છે કે COP-28 આ મુદ્દાઓ પર સર્વસંમતિને આગળ વધારશે.” મોદીએ શુક્રવારે યુએનની ‘કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ ઓન ક્લાઈમેટ’ને સંબોધિત કર્યું હતું, જેને COP-28 તરીકે ઓળખવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ સમિટમાં ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગ, UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ અને માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ સાથે જોડાશે.

 

આબોહવાની પ્રક્રિયા પર ભાવિ યોજનાઓ ઘડાશે

COP-28 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી UAEની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે. વડા પ્રધાન મોદીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, COP-28 પેરિસ કરાર હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે અને આબોહવા પગલાં પર ભાવિ માર્ગ તૈયાર કરશે.

આ પણ જુઓ :સિલ્ક્યારા ટનલમાંથી બહાર કઢાયેલા મજૂરોના ચેકઅપ બાદ AIIMSમાંથી અપાઈ રજા

Back to top button