- દેશમાં નાણાકીય છેતરપિંડીના કિસ્સાઓ મોટી સંખ્યામાં બની રહ્યા છે
- UPI ટ્રાન્ઝેક્શનને રિવર્સ કરવા માટે 4-કલાકની વિન્ડો આપવામાં આવશે
નવી દિલ્હી, 30 નવેમ્બર : દેશમાં મોટી સંખ્યામાં નાણાકીય છેતરપિંડીના કિસ્સાઓ બની રહ્યા છે તેમ છતાં, કેન્દ્ર સરકાર ચાર કલાકમાં રિવર્સ ટ્રાન્ઝેક્શન કરવા માટે ડિજિટલ પેમેન્ટ્સ પર સલામતી રજૂ કરવાની યોજના બનાવી રહી છે. મળતી માહિતી મુજબ, સરકાર દ્વારા તાત્કાલિક ચુકવણી સેવા (IMPS), રિયલ ટીમે ગ્રોસ સેટલમેન્ટ (RTGS) અને UPI સહિત રૂ. 2,000થી વધુના પ્રથમ વખતના ડિજિટલ વ્યવહારો માટે 4-કલાકની મર્યાદા લાદવામાં આવે તેવી શક્યતા છે તેમ એક વરિષ્ઠ સરકારી અધિકારીને ટાંકીને ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ડિજિટલ વ્યવહારો માટે ચાર કલાકની સમય મર્યાદા !
ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા વરિષ્ઠ સરકારી અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, “અમે રૂ. 2,000થી વધુના પ્રથમ વખતના ડિજિટલ વ્યવહારો માટે ચાર કલાકની સમય મર્યાદા ઉમેરવાનું વિચારી રહ્યા છીએ. જેને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, વિવિધ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો, Google અને Razorpay જેવી ટેક કંપનીઓ સહિત સરકાર અને ઉદ્યોગના હિતધારકો સાથે મંગળવારે મીટિંગ દરમિયાન ચર્ચા કરવામાં આવશે,”
અધિકારીએ એમ પણ કહ્યું હતું કે, “મૂળભૂત રીતે, તે કેવી રીતે કાર્ય કરશે તે એ છે કે તમારી પાસે પ્રથમ વખત કોઈને ચુકવણી કર્યા પછી ચુકવણીને રિવર્સ અથવા સંશોધિત કરવા માટે ચાર કલાકનો સમય મળશે. તે NEFT (નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર) ની સાથે સંકળાયેલું રહેશે જ્યાં વ્યવહાર થોડા કલાકોમાં થાય છે. શરૂઆતમાં, અમે કોઈપણ રકમની મર્યાદા રાખવા માંગતા ન હતા, પરંતુ ઔદ્યોગિક એકમો સાથે કરવામાં આવેલી અનૌપચારિક ચર્ચાઓ દ્વારા અમને સમજાયું કે તે કરિયાણા વગેરે જેવી નાના પાયાની ખરીદીને અસર કરી શકે છે, તેથી અમે રૂ. 2,000થી નીચેના વ્યવહારોને છૂટ આપવાનું આયોજન કરી રહ્યા છીએ.”
આ પદ્ધતિમાં શું થશે ?
4-કલાકની વિન્ડો નવા વપરાશકર્તાઓ માટે વર્તમાન UPI ચુકવણી મર્યાદા જેવી જ હશે. જ્યારે કોઈ વપરાશકર્તા નવું UPI એકાઉન્ટ બનાવે છે, ત્યારે તે પહેલા 24 કલાકમાં 5,000 રૂપિયા સુધી મોકલી શકે છે. NEFT સાથે પણ આવું જ છે, જ્યાં લાભાર્થી સક્રિય થયા પછી પ્રથમ 24 કલાકમાં વધુમાં વધુ રૂ. 50,000 ટ્રાન્સફર કરી શકાય છે.
આ પણ વાંચો :GPay અને Paytm વાપરવું થયું મોંઘુ, હવે ચૂકવવો પડશે ચાર્જ