ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલની પાંચમી આવૃત્તિનું હરિયાણાના પંચકુલામાં આયોજન
- ફેસ્ટિવલમાં મહિલા સશક્તિકરણ, રોજગાર સર્જન, પર્યાવરણ, વસુધૈવ કુટુંકમ્ જેવા વિષયોનો સમાવેશ
- ફિલ્મ ફેસ્ટિવલમાં વિજેતાને રૂપિયા 10 લાખ રોકડા રકમનું પુરસ્કાર આપવામાં આવશે
નવી દિલ્હી, 30 નવેમ્બર : હરિયાણાના પંચકુલામાં 23, 24, 25 ફેબ્રુઆરી 2024ના રોજ ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલની પાંચમી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલા સશક્તિકરણ, રોજગાર સર્જન, સામાજીક સૌહાર્દ (સમરસતા) , પર્યાવરણ, ભવિષ્યનું ભારત, જનજાતિ સમાજ, ગ્રામિણ વિકાસ, વસુધૈવ કુટુંકમ્ જેવા વિષયો પર વૃત્તચિત્ર, શોર્ટ ફિલ્મ, બાળ ફિલ્મ, કેમ્પસ ફિલ્મ જેવી કેટેગરીઓ તેમજ પરાક્રમી બાળ વીરો, બાળ શિક્ષણમાં નવોત્થાન, નૈતિક શિક્ષણ જેવા બાલ ચલ ચિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં વિજેતાને રૂપિયા 10 લાખ રોકડા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માંગતા લોકોએ [email protected] પર ઈમેલ કરીને તારીખ 15 ડિસેમ્બર 2023 સુધી પોતાની એન્ટ્રી કરાવી શકે છે.
ફિલ્મો માહિતી અને મનોરંજન પહોંચાડવાનું સૌથી શક્તિશાળી માધ્યમ
ભારતના ઉદયની પ્રક્રિયામાં તમામ પ્રકારની ફિલ્મોની સકારાત્મક સંભાવનાઓને સમજીને સમાન વિચાર ધરાવતા વ્યક્તિઓએ હકારાત્મક, રચનાત્મક અને અખંડિતતાના સંદેશાઓ સાથે ફિલ્મોને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું. પ્રાચીન અને આધુનિક ભારતીય મૂલ્યો અને ફિલસૂફીને પ્રોત્સાહન આપતી ફિલ્મોને પ્રોત્સાહિત કરવા માટે 2016માં ભારતીય ચિત્ર સાધનાની રચના કરવામાં આવી હતી.
CBFF સાથે જોડાયેલી ફિલ્મ સોસાયટીઓ અસ્તિત્વમાં
મોટાભાગના રાજ્યોમાં ચુંગબુક વર્લ્ડ ફેમિલી ફિલ્મ ફેસ્ટિવલ (CBFF) સાથે જોડાયેલી ફિલ્મ સોસાયટીઓ છે અને તેઓ પોતાના ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન કરે છે. CBFF દરમિયાન પ્રતિષ્ઠિત કલાકારો અને ફિલ્મ નિર્માતાઓના ગ્રુપ દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલી ફિલ્મોને નવા શીખનારાઓના લાભ માટે દર્શાવવામાં આવે છે. યુવા ફિલ્મ નિર્માતાઓને પણ માસ્ટર ક્લાસમાં ફિલ્મ ઉદ્યોગની પ્રખ્યાત હસ્તીઓ સાથે વાર્તાલાપ કરવાની તક મળે છે.
આ પણ વાંચો : વૃક્ષો – છોડમાં જીવન હોવાની શોધ કરનાર ભારતીય વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝની આજે જન્મ જયંતી