ટ્રેન્ડિંગસ્પોર્ટસ

જુકેગા નહીં…’ વોર્નર અને પંતે પુષ્પા સ્ટાઇલમાં કરી જીતની ઉજવણી, જુઓ વીડિયો

Text To Speech

DC vs PBKS મેચની શરૂઆત પૂર્વે જ દિલ્હી મુસીબતોમાં ઘેરાયેલું જોવામાં આવ્યું હતું. મેચ પૂર્વે જ દિલ્હીનો વધુ એક ખેલાડી કોરોના સંક્રમિત થયો હતો. દિલ્હીનાં ટેન્સનનો પાર ન હતો પણ વોર્નરે સંકટ મોચક બની દિલ્હીને તારી દીધું. ડેવિડ વોર્નરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં અત્યાર સુધી શાનદાર બેટિંગ કરી છે. બુધવારે પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં વોર્નરે 30 બોલમાં અણનમ 60 રન બનાવ્યા અને બેટિંગના દમ પર દિલ્હી કેપિટલ્સને 11 ઓવર પૂરી થાય તે પહેલા જ 9 વિકેટે વિજય અપાવ્યો. હવે જો વિજય આટલો ધમાકેદાર હોય તો તેની ઉજવણી પણ કંઈક ખાસ હોવી જોઈએ ને……

આ પણ વાંચો – ભારતમાં કેમ થઇ રહી છે, PM બોરિસ જ્હોન્સન માફી માગે તેવી માંગ

મેચ પછી, જ્યારે વોર્નર દિલ્હી કેપિટલ્સના ડગઆઉટમાં પરત ફરી રહ્યો હતો, ત્યારે ‘પુષ્પા’ ફિલ્મના સિગ્નેચર પોઝ સાથે ‘જુકેગા નહીં…’ સ્ટાઇલ કરતા પાછો ફર્યો હતો. મેચ બાદ કેપ્ટન ઋષભ પંતે પણ તેને સપોર્ટ કર્યો હતો.

આ પણ વાંચો – ગુજરાત ATS અને DRI નો સપાટો, ફરી ઝડપાયું અધધધ 2500 કરોડનું ડ્રગ્સ

પ્રસિદ્ધ છે તેમ ડેવિડ વોર્નરનો બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મો પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. વોર્નર છેલ્લી સિઝન સુધી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ હતો અને તેણે ઈન્સ્ટાગ્રામ પર દક્ષિણ ભારતીય ફિલ્મોના ગીતો પર તેના વીડિયો શેર કર્યા છે.

આટલું જ નહીં ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા બાદ વોર્નરે ફિલ્મ ઉરીનો ડાયલોગ ‘હાઉઝ ધ જોશ’ બોલીને બધાને ઉત્સાહમાં ભરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, વોર્નર ઉપરાંત ઓપનર પૃથ્વી શૉએ દિલ્હી કેપિટલ્સ તરફથી 20 બોલમાં 41 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ વિશે વાત કરીએ તો ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાની તક મળતાં મયંક અગ્રવાલ એન્ડ કંપની 115 રનમાં સમેટાઈ ગઈ હતી.
Back to top button