હાર્ટ એટેક પહેલા આંખોમાં દેખાવા લાગે છે આ લક્ષણો
- હાર્ટ એટેક પહેલા શરીરમાં અનેક લક્ષણો દેખાવાની શરૂઆત થતી હોય છે. વ્યક્તિ ખાલી તેને ઓળખી શકતી નથી. આંખની તકલીફો પણ હાર્ટ એટેકના લક્ષણોમાં સામેલ હોઈ શકે છે.
હ્રદય સાથે જોડાયેલી બીમારીની અસર શરીરના બાકીના અંગો પર પણ પડે છે. આંખોમાં દેખાતા લક્ષણોથી પણ જાણ થાય છે કે હાર્ટ એટેક એક ખતરો બનીને સામે આવી રહ્યો છે. બાકી અંગોની જેમ આંખના રેટિનામાં પણ બ્લડ સરક્યુલેશનમાં બાધા આવે છે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલના કારણે પણ દિલની બીમારીઓનો ખતરો રહે છે. આંખમાં દેખાતા આ લક્ષણોથી પણ હાર્ટ એટેકને ઓળખી શકાય છે.
નજર ધુંધળી થવી
હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના કારણે આંખોની બ્લડ વેસલ્સ ડેમેજ થાય છે, તેના કારણે આંખોની દ્રષ્ટિ ધુંધળી થાય છે. આંખોમાં બ્લડ સપ્લાય ઘટવાના કારણે અને ઓક્સિજનની કમી થાય છે, તેની અસર નજર પર પણ પડે છે. નજર ધુંધળી થવાની સાથે સાથે છાતીમાં દુખાવાની સમસ્યા થતી હોય તો તે હાર્ટ એટેકના લક્ષણ હોઈ શકે છે.
આંખોમાં લોહી જામી જવું
હાઈ બ્લડ પ્રેશરના ઘણી વાર આંખના સફેદ ભાગ પર લોગી જામી જાય છે, જેના કારણે રેટિના ડેમેજ થાય છે. આ સમસ્યાને હાઈપરટેન્સિવ રેટિનોપેથી કહે છે. ઘણી વખત આંખોની આ સમસ્યાથી માથાનો દુખાવો પણ થાય છે.
આંખોની નીચેની સ્કીન પીળી થવી
ઘણી વખત આંખોની નીચેની સ્કીન પીળી પડી જાય છે. જો આવા લક્ષણ દેખાઈ રહ્યા હોય તો હાર્ટનો ચેકઅપ કરાવવો ખૂબ જરૂરી છે. હાર્ટ એટેકના ખતરાનું એ પણ લક્ષણ હોઈ શકે છે.
મોતિયાની તકલીફ
જે લોકોને મોતિયાની તકલીફ થાય છે, તેમને હાર્ટએેટેકનો ખતરો વધુ હોય છે તેવી વાત અનેક રિસર્ચમાં સામે આવી છે. હાર્ટની બીમારીના લીધે મોતિયાની સમસ્યા થઈ શકે છે.
રેટિના સંકોચાવા
હાર્ટની બીમારીના કારણે રેટિનાને નુકશાન થવાનું શરૂ થઈ જાય છે. લોકોની આંખના રેટિના સુકાઈ પણ જાય છે અને તેમની આંખોની રોશની જવાનો ખતરો પણ રહે છે.
આ પણ વાંચોઃ વૃક્ષો – છોડમાં જીવન હોવાની શોધ કરનાર ભારતીય વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝની આજે જન્મ જયંતી