ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિવાદાસ્પદ ભૂમિકા ભજવનાર અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાનનું નિધન
- અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હેનરી કિસિંજરનું 100 વર્ષની વયે થયું નિધન
- આધુનિક અમેરિકન ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ પુરુષોમાંના એક એટલે હેનરી કિસિંજર
અમેરિકા, 30 નવેમ્બર : અમેરિકાના પ્રખ્યાત રાજનેતા અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હેનરી કિસિંજરનું 100 વર્ષની વયે નિધન થયું છે. બુધવારે હેનરી કિસિંજરે તેમના કનેક્ટિકટ સ્થિત ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કિસિંજરે રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન અને ગેરાલ્ડ ફોર્ડના કાર્યકાળ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને સેક્રેટરી ઑફ સ્ટેટ તરીકે સેવા આપી હતી. તેણે આ વર્ષે 27 મેના રોજ પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો.
Former United States Secretary of State Henry Kissinger died on Wednesday at his home in Connecticut at the age of 100, Kissinger Associates, Inc said in a statement: Reuters
(Pic: Reuters) pic.twitter.com/ZTNoxSFWig
— ANI (@ANI) November 30, 2023
હેનરી કિસિંજર અમેરિકાના વિદેશ મંત્રી તરીકે ફરજ બજાવી
કિસિંજરે રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન અને ગેરાલ્ડ ફોર્ડના કાર્યકાળ દરમિયાન USAના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને સેક્રેટરી ઑફ સ્ટેટ તરીકે સેવા આપી હતી. તેણે આ વર્ષે 27 મેના રોજ પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. હેનરી કિસિંજર આધુનિક અમેરિકન ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ પુરુષોમાંના એક છે. તેમણે વિયેતનામ યુદ્ધને સમાપ્ત કરવામાં અને અમેરિકન દળોને પાછા ખેંચવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન રહ્યા હતા ચર્ચામાં
1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમની ભૂમિકા ખૂબ જ વિવાદાસ્પદ હતી. આ યુદ્ધને કારણે વિશ્વના નકશા પર સ્વતંત્ર દેશ બાંગ્લાદેશનો ઉદય થયો હતો.
1923માં હેનરી કિસિંજરનો થયો હતો જન્મ
કિસિંજરનો જન્મ 1923માં જર્મનીમાં થયો હતો. તેઓ 1938માં અમેરિકા આવ્યા હતા અને બાદમાં, 1943માં તેઓ અમેરિકન નાગરિક બન્યા અને ત્રણ વર્ષ સુધી અમેરિકન સેનામાં સેવા આપી હતી. આ સિવાય તેમણે કાઉન્ટર ઈન્ટેલિજન્સ કોર્પ્સમાં પણ કામ કર્યું હતું. સ્નાતક, માસ્ટર્સ અને પીએચડીની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે હાર્વર્ડમાં આંતરરાષ્ટ્રીય સંબંધો શીખવ્યા હતા. 1969માં, તત્કાલીન રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન તેમને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. આ પોસ્ટ તેના માટે ઘણી મહત્વની રહી હતી.
આ પણ જુઓ :જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષે નિધન