ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ફરી ખેડૂતો માટે માઠા સમાચાર, આ વિસ્તારમાં પડશે વરસાદ

Text To Speech
  • ગુજરાત પર ત્રાટકેલું હાલનું માવઠું ખૂબ જ ઘાતક સાબિત થયું છે
  • આજથી 2 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી
  • કરા સાથે માવઠું થશે અને હાડ થીજવતી ઠંડી પડશે

ગુજરાતમાં ફરી ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તેમજ વલસાડ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદ થઇ શકે છે. નર્મદા સહિત દક્ષિણ પૂર્વીય વિસ્તારોમાં વરસાદ આવી શકે છે.

આજથી 2 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી

આજથી 2 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી છે. આ વખતે ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હજુ માવઠું પીછો નહીં છોડે. કરા સાથે માવઠું થશે અને હાડ થીજવતી ઠંડી પડશે. 2થી 4 ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. એક પછી એક આવી સિસ્ટમો સર્જાશે. મહત્વનું છે કે આવી સિસ્ટમોની વૈશ્વિક અસરો પણ ઘણી જ થતી હોય છે.

ગુજરાત પર ત્રાટકેલું હાલનું માવઠું ખૂબ જ ઘાતક સાબિત થયું છે

મહત્વનું છે કે ભરશિયાળે ગુજરાત પર ત્રાટકેલું હાલનું માવઠું ખૂબ જ ઘાતક સાબિત થયું છે. ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે પડેલા વરસાદને કારણે ખેતરના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. માવઠા બાદ વાતાવરણમાં હવે ઠંડીનો ચમકારો વધ્યો છે. ગાઢ ધુમ્મસ વચ્ચે વિઝિબિલિટી પણ ઘટતી જોવા મળી રહી છે. આવામાં આવનારા સમય માટે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઇને મોટી આગાહી કરી છે. તેમણે આવનારા સમયમાં હવામાનમાં જોવા મળનારા મોટા ફેરફાર અંગે વાત કરી છે.

2થી 16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલે 2થી 16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 2થી 4 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડાંની અસર રહેશે. 8 ડિસેમ્બર સુધી વાવાઝોડાની આ સિસ્ટમનું જોર રહેશે. તેનાં કારણે દક્ષિણ-પૂર્વીય ક્ષેત્રોમાં ભારે વરસાદની સંભાવના છે. ભેજવાળા પવનો આ વાવાઝોડાંની સિસ્ટમ સાથે મર્જ થશે. આ દિવસોમાં દેશના દક્ષિણ પૂર્વીય ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ થઈ શકે છે. ભારે પવન અને કરા સાથે વર્ષા થઇ શકે છે.

Back to top button