હળવદના ચાડધ્રા ખાતે પૂજ્ય જીગ્નેશદાદાની શ્રીમદ ભાગવત કથાનું આયોજન
- કારતક વદ નોમથી કારતક વદ અમાસ (6/12/23 થી 12/12/23) સુધી ભાવિક ભક્તોને મળશે લાભ
- ભક્તિ ઉપરાંત કથા દરમિયાન હરિરસ પાઠ, રાસ ગરબા અને લોકડાયરાનું પણ આયોજન
મોરબીઃ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચાડધ્રા ગામે શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના સુવિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી જીગ્નેશદાદા (રાધે રાધે)ના મુખારવિંદે થનાર આ કથાનો લાભ દેશ-વિદેશના ભાવિક ભક્તો સંવત 2080ના કારતક વદ 9ને બુધવાર, તારીખ 06-12-2023થી કારતક વદ અમાસને મંગળવાર, તારીખ 12-12-2023 સુધી લઈ શકશે.
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનસત્રના આ ભવ્યાતિભવ્ય આયોજનને રાજ્યના અગ્રણી કથાકાર પૂજ્ય મોરારીબાપુના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે.
શ્રીમદ ભાગવત મહાપુરાણ બધા જ ગ્રંથોનો સાર છે, માટે જ તેને મુક્તિનો ગ્રંથ કહ્યો છે. ભાગવત કથાના શ્રવણથી, દર્શનથી, પૂજનથી પાપનો નાશ થાય છે, તેમજ મનનું શુદ્ધિકરણ થાય છે અને જન્મ-જન્માંતરના વિકાર નષ્ટ થાય છે. જે શક્તિ ભગવાનમાં છે તે જ દિવ્ય શક્તિ આ ભાગવતશાસ્ત્રમાં છે.
આવી જીવનોદ્ધારક કથાનું આયોજન શ્રી એચ.એમ. ગઢવી તથા ટાપરિયા (ગઢવી) પરિવાર દ્વારા થયું છે.
ચાડધ્રામાં પૂજ્ય શ્રી જીગ્નેશદાદા (રાધેરાધે)ના મુખે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ પોથીયાત્રાથી થશે. અને સમગ્ર સપ્તાહ દરમિયાન કથામાં આવતા પાવનકારી પ્રસંગો ઉપરાંત હરિરસ પાઠ, રાસ-ગરબા તથા ડાયરાનો લાભ પણ ભાવિક ભક્તો ઉઠાવી શકશે.
ભાગવત સપ્તાહનો કાર્યક્રમઃ
06-12-2023, બુધવારઃ પોથીયાત્રા, કથા પ્રારંભ
08-12-2023, શુક્રવારઃ હરિરસ પાઠ (સાંજે 4.00 કલાકે)
08-12-2023, શુક્રવારઃ રાસ-ગરબા (કલાકારોઃ શ્રી ગીતાબેન રબારી, શ્રી અભિષેક ગઢવી તથા શ્રી નાગદાન ગઢવી)
06-12-2023, બુધવારઃ લોકડાયરો (કલાકારોઃ કવિ શ્રી પ્રદિપભાઈ ગઢવી, શ્રી બિહારીભાઈ હેમુભાઈ ગઢવી, શ્રી દિગુભા ચુડાસમા, શ્રી મોરારદાનભાઈ ગઢવી, શ્રી વિશાલભાઈ ગઢવી, શ્રી પ્રવિણદાન ગઢવી (P.I.).
07-12-2023, ગુરુવારઃ લોકડાયરો (કલાકારોઃ શ્રી યોગેશભાઈ બોક્ષા, શ્રી રાજભા ગઢવી (ગીર), શ્રી રાજુભાઈ ગઢવી, શ્રી હકાભા ગઢવી, શ્રી સાગરદાન ગઢવી, શ્રી પરેશદાન ગઢવી.
09-12-2023, શનિવારઃ લોકડાયરો (કલાકારોઃ શ્રી દેવરાજ ગઢવી (નાનો ડેરો), શ્રી દેવાયતભાઈ ખવડ, શ્રી ધીરૂભાઈ સરવૈયા, શ્રી જીતુ કવિ “દાદ”, શ્રી હરેશદાન સુરુ, શ્રી રાજેન્દ્ર ગઢવી.
11-12-2023, સોમવારઃ લોકડાયરો (કલાકારોઃ શ્રી કિર્તીદાન ગઢવી, શ્રી માયાભાઈ આહિર, શ્રી જીગ્નેશ બારોટ, શ્રી ભરતદાન ગઢવી, શ્રી જીગ્નેશભાઈ ગઢવી, શ્રી હરદેવભાઈ ગઢવી.
આ પણ વાંચોઃ CISFને સોંપાશે રામ મંદિરની સુરક્ષા, આધુનિક હથિયારોનો થશે ઉપયોગ