ટનલમાંથી શ્રમિકોને બહાર કાઢનારા બચાવ કર્મીઓને 50-50 હજારના ઈનામની જાહેરાત
- ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ દેહરાદૂનમાં તેમના નિવાસસ્થાને શ્રમિકોના પરિવારોને દિવાળીની ઉજવણી કરવા આમંત્રણ આપ્યું
ઉત્તરકાશી (ઉત્તરાખંડ), 29 નવેમ્બર: સિલ્ક્યારા ટનલમાં 41 શ્રમિકોને બહાર કાઢનાર તમામ બચાવ કર્મીઓને દરેકને 50,000 રૂપિયા રોકડ પ્રોત્સાહનની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ અંગે માહિતી આપી હતી. 17 દિવસ દરમિયાન ટનલ પર રાજ્ય અને કેન્દ્ર સરકારની બચાવ ટીમ તેમજ આંતરરાષ્ટ્રીય બચાવ દળે ફસાયેલા મજૂરોને બહાર લાવવા માટે દિવસ-રાત એક કરી દીધા હતા. તેમની અથાગ મહેનતના કારણે શ્રમિકો અજવાળું જોઈ શક્યા છે. તમામ બચાવકર્મીઓની કામગીરીને બીરદાવવા માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા ઈનામના ભાગરૂપે નાણાકીય સહાય આપવાનો નિર્ણય લેવાયો છે.
सामुदायिक स्वास्थ्य केंद्र, चिन्यालीसौड़ पहुंचकर श्रमिक बंधुओं का कुशलक्षेम जाना और उन्हें ₹1 लाख की राहत राशि के चेक प्रदान किए। इस दौरान श्रमिक बंधुओं के परिजनों से भी भेंट की।
इस दौरान श्रमिकों के परिजनों ने सभी 41 लोगों को सुरक्षित बाहर निकालने हेतु प्रदेश प्रशासन का… pic.twitter.com/9uKgCGBCAE
— Pushkar Singh Dhami (@pushkardhami) November 29, 2023
CM ધામીએ શ્રમિકોને પોતાના નિવાસસ્થાને આમંત્રણ આપ્યુું
જાહેરાત કરતી વખતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ કહ્યું હતું કે સિલ્ક્યારા ટનલની અંદર બચાવ કામગીરીમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓને 50-50 હજાર રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, આ દુર્ઘટના સર્જાતા આપણે બધા દિવાળી ઉજવી શક્યા ન હતા, હવે તમામ શ્રમિકો સુરક્ષિત રીતે બચાવી લેવાયા બાદ આજે દિવાળીની ઉજવણી કરવામાં આવશે, મુખ્યમંત્રીએ દેહરાદૂનમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને શ્રમિકોના પરિવારોને દિવાળીની ઉજવણી કરવા આમંત્રણ આપ્યું હતું.
#WATCH | After the safe rescue of all 41 Silkyara tunnel workers, Uttarakhand CM PS Dhami meets them at Chinyalisaur Community Health Centre pic.twitter.com/OVpa5QvW6I
— ANI (@ANI) November 29, 2023
આ ઉપરાંત, સીએમ ધામી તમામ મજૂરોને મળવા માટે ઉત્તરકાશીના ચિન્યાલીસૌર હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા. ત્યાં તેમણે તમામ શ્રમિકોની હાલત પૂછી. તેમજ દરેકને 1-1 લાખ રૂપિયાના ચેકનું પણ વિતરણ કર્યું હતું.
આ પણ વાંચો: 41 મજૂરોને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા ઋષિકેશ એઈમ્સમાં મોકલવામાં આવ્યા