ઘરમાં નેગેટિવિટી જેવું લાગે છે? પોઝિટિવિટી લાવવા કરો આ કામ
- ક્યારેક કોઈકના ઘરમાં પ્રવેશતાની સાથે જ શાંતિનો અનુભવ થાય છે, તો ક્યારેક મનને અશાંતિ ઘેરી વળે છે. હા આપણા ઘરમાં પણ એવું થઈ શકે છે. જો તમે જે ઘરમાં શાંતિ પુર્વક સુઈ શકતા હો અને શાંતિની જિંદગી જીવી શકતા હો ત્યાં વાસ્તુ દોષ ઓછા હોય છે, તમારે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ પડશે, જો તમને ઘરમાં નેગેટિવિટી અનુભવાતી હોય તો…
ઘરનું ખરાબ વાસ્તુ હોય તો જીવનની મુશ્કેલીઓ વધી જાય છે. ખરાબ વાસ્તુની અસર વ્યક્તિના જીવન પર સીધી પડે છે. જો તમારી કરિયરમાં તમારે તકલીફોનો સામનો કરવો પડતો હોય અને તમારી આર્થિક મુશ્કેલીઓ વધી ગઈ હોય તો તેની પાછળ વાસ્તુ દોષ કે નકારાત્મક ઉર્જા ( નેગેટિવિટી) કારણભૂત હોઈ શકે છે. તેથી તમારા ઘરમાં પોઝિટિવિટી વધારવા અને લકને આકર્ષવા માટે રોજ આ કામ ફરજિયાત કરો
સુર્યદેવને અર્ઘ્ય આપો
જો કુંડળીમાં સુર્ય મજબુત હોય તો જીવનમાં ઐશ્વર્ય ધન-દોલત અને માન સન્માનમાં કમી આવતી નથી. સુર્યોદયના સમયે થોડી વાર સુર્યના કિરણોમાં બેસવાથી આરોગ્યને પણ લાભ થાય છે. જીવનમાં એશો-આરામ, સૌભાગ્ય અને માન-સન્માન વધારવા માટે રોજ સુર્યદેવને જળ ચઢાવો. સુર્ય દેવને પ્રસન્ન કરવા તાંબાના લોટામાં લાલ રંગનું ફુલ, કંકુ, કાળા તલ અને ચોખા નાંખીને અર્ઘ્ય આપો.
દીવો પ્રગટાવો
ભગવાનની પૂજા અર્ચના કરવા માટે રોજ ઘીનો દીવો કરવો શુભ માનવામાં આવે છે. સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર પણ દીવો કરવો જોઈએ. કપૂરનો દીવો કરવાથી ઘરની નકારાત્મકતાથી પણ છુટકારો મેળવી શકો છો.
સાફ-સફાઈ પણ છે જરૂરી
ઘરમાં ગંદકી, કચરો, ધૂળ-માટી કે કરોળિયાના જાળા હોય તો નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. તેથી નિયમિત ઘરની સાફ સફાઈ કરવી જોઈએ. ધ્યાન રાખો ઘરમાં કરોળિયાના જાળા ન લાગે, તેનાથી ઘરના ખર્ચામાં વધારો થાય છે.
ભજન-કિર્તન
ઘરની નકારાત્મક ઉર્જાને દુર કરવા માટે રોજ શંખ અને ઘંટી વગાડો. સાંજના સમયે ભજન-કીર્તન કરવાથી નકારાત્મકતા દુર થાય છે. પુજા પુરી થાય ત્યારબાદ શંખના જળને આખા ઘરમાં છાંટો તે શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ બાબા વેંગાની નવી ભવિષ્યવાણી, 2024માં થશે આ 4 ભયંકર ઘટનાઓ !