ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતધર્મમધ્ય ગુજરાત

પાટણ ખાતે કરાયું ધર્મસભાનું આયોજન

Text To Speech
  • પાટણ રેલવે સ્ટેશનથી જૂના ગંજ સુધી પરમ પૂજ્ય જગતગુરુ સ્વામી શંકરાચાર્યની શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું
  • ધર્મસભામાં ભગવાન વિષ્ણુ સાક્ષાત્ હાજર હોય છે ત્યારે આપણે પણ ધર્મસભાનો લાભ લઇને સેવાકીય પ્રવૃતિઓથી આપના મનને પ્રફુલિત કરવું

પાટણ, 29 નવેમ્બર : જૂના ગંજ ખાતે જગન્નાથ ટ્રસ્ટ પાટણ દ્વારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ રેલવે સ્ટેશનથી જૂના ગંજ સુધી પરમ પૂજ્ય જગતગુરુ સ્વામી શંકરાચાર્યજીની શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. તેમાં બાળાઓ કળશ લઈને આ શોભાયાત્રામાં જોડાઈ હતી. સાથે જ દૂર્ગા વાહિનીની દીકરીઓએ તલવારબાજીના કરતબો પણ કર્યાં હતા.

ધર્મસભા- HUMDEKHENGENEWS

આ પ્રસંગે ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આંનદનો આ ભવ્ય અવસર 25 વર્ષ પછી આપણા આંગણે આવ્યો છે. આપણી વચ્ચે જગદગુરુ શંકરાચાર્ય સાક્ષાત આપણને ધર્મના જ્ઞાનથી તરબોળ કરશે. ધર્મસભામાં ભગવાન વિષ્ણુ સાક્ષાત્ હાજર હોય છે. તેમજ ગાય માતા અને ધાર્મિક કાર્યને લગતી સેવાકીય પ્રવૃત્તિઓ માટે યોગદાન આપવા માટે તે હંમેશા તત્પર. તેથી આપણે આવી સેવાકીય પ્રવૃતિઓ કરતી રહેવી જરૂરી છે.

આ પ્રસંગે અનંત શ્રી દ્વારકા જગતગુરુ શંકરાચાર્ય, સંતો અને મહંતો, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેકટ પ્રદિપસિંહ રાઠોડ, સંગઠનના હોદ્દેદારો દશરથજી ઠાકોર, સાથે અન્ય પદાધિકારીઓ, જગન્નાથ ટ્રસ્ટના ટ્રસ્ટી વિષ્ણુ આચાર્ય તથા પાટણ જિલ્લાની ધર્મપ્રેમી જનતાએ આ ધર્મસભાનો લાભ લીધો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસ માટે મળશે આર્થિક સહાય

Back to top button