ટ્રેન્ડિંગમનોરંજન

ઋત્વિક – જુનિયર એનટીઆર અભિનિત વોર-2 ફિલ્મની રિલીઝ ડેટ જાહેર

Text To Speech
  • વોર-2 ફિલ્મ એટલા માટે ખાસ છે કારણ કે આ ફિલ્મથી સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

જ્યારથી ઋત્વિક રોશનની ‘વોર 2’ની જાહેરાત થઈ છે ત્યારથી આ ફિલ્મ ન્યુઝમાં છે. આ ફિલ્મ એટલા માટે ખાસ છે કારણ કે આ ફિલ્મથી સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. બોલિવુડનો પહેલો સુપરહીરો ઋત્વિક રોશન અને બોલિવુડના સુપર સ્ટારને સાથે જોવા લોકો ઉત્સાહિત છે. યશ રાજ બેનરે તેની સ્પાય યુનિવર્સની એક્શન-થ્રિલર ફિલ્મ વોર-2ના ડિરેક્શનની કમાન અયાન મુખર્જીને સોંપી છે. હવે વોર-2 ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 2025માં 14 ઓગસ્ટે થિયેટર્સમાં આવશે.

વોર-2 સ્વતંત્રતા દિવસના અવસરે રિલીઝ કરવાનું એક મોટું કારણ એ પણ છે કે તે દેશભક્તિની ફિલ્મ છે. ઉલ્લેખનીય છે કે વોર વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. તે ફિલ્મ 150 કરોડના બજેટમાં બની હતી અને તેણે વર્લ્ડવાઈડ 475 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. વોર-2નું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદે કર્યું હતુ. તેમણે જ શાહરૂખખાનને લઈને પઠાણ બનાવી હતી. જોકે વોર-2નું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યા છે. અયાન મુખર્જીએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે બ્રહ્માસ્ત્ર જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવી છે.

WAR 2: જુનિયર એનટીઆરને મળી રહી છે તગડી રકમ, ઋત્વિકને ટક્કર hum dekhenge news

યશ રાજ સ્પાય યુનિવર્સની છઠ્ઠી ફિલ્મ

કિયારા અડવાણી આ ફિલ્મમાં લીડ રોલમાં હશે. વોર-2 યશ રાજ સ્પાય યુનિવર્સની છઠ્ઠી ફિલ્મ હશે. આ પહેલા એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હે, વોર, પઠાણ અને તાજેતરમાં ટાઈગર-3 આવી હતી. આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાકેદાર રહી હતી. હવે જોવાનું એ છે કે વોર-2 નવું શું કરે છે.

આ પણ વાંચોઃ અમેરિકી લશ્કરી વિમાન જાપાનના સમુદ્રમાં ક્રેશ થયું, આઠ મુસાફર સવાર હતા

Back to top button