ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચક્રવાત ‘માઈચોંગ’ આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં ત્રાટકશે

Text To Speech

નવી દિલ્હી, 29 નવેમ્બર: દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર એરિયા હવે સંપૂર્ણપણે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે. જેના કારણે ચક્રવાતી તોફાન માઈચોંગનું જોખમ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 29 નવેમ્બરે આ સંબંધમાં ચેતવણી જાહેર કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંગાળની ખાડીમાં હવામાનમાં બદલાવના કારણે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

હવામાન વિભાગે કહ્યું છે કે જે રીતે આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે વાવાઝોડું પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની અપેક્ષા છે. જે 30 નવેમ્બર સુધીમાં બંગાળની ખાડીના દક્ષિણમાં ધીમે-ધીમે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. આગામી 24 કલાકમાં તે દક્ષિણ-પશ્ચિમ અને નજીકના દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન ‘માઇચોંગ’માં ફેરવાઈ શકે તેવી આગાહી કરાઈ છે.

તેજ ગતિએ પવન ફૂંકાવાની IMDએ આપી ચેતવણી

IMD અનુસાર, 25-35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે, જે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની પણ આશંકા છે. આ પવનો 29 નવેમ્બરે દક્ષિણ આંદામાન સમુદ્ર અને અડીને આવેલા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ફૂંકાય તેવી શક્યતા છે. આ ઉપરાંત, 30 નવેમ્બરે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો: 41 મજૂરોને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા ઋષિકેશ એઈમ્સમાં મોકલવામાં આવ્યા

Back to top button