ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ભારતના ચાહક બન્યા ટનલ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સ, કહી આ વાત

  • ઓસ્ટ્રેલિયાના રહેવાસી ઇન્ટરનેશનલ ટનલિંગ એક્સપર્ટ આર્નોલ્ડ ડિસ્ક ભારતના ચાહક બન્યા
  • લોકોને કહ્યું તમારું ભોજન ઉત્તમ છે, ભારતીય શાકાહારી ખોરાક ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે
  • આર્નોલ્ડ ડિસ્કે થોડો સમય ભારતમાં જ પસાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી

ઉત્તરાખંડ, 29 નવેમ્બર : ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાંથી 41 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિસ્કે ભારતીય ભોજનની પ્રશંસા કરી છે. પ્રોફેસર ડિસ્કનું કહેવું છે કે, તે હજુ પોતાના ઘરે જવા માંગતા નથી. ઓસ્ટ્રેલિયાના રહેવાસી ઇન્ટરનેશનલ ટનલિંગ એક્સપર્ટ આર્નોલ્ડ ડિસ્કે ભારતના લોકોને કહ્યું હતું કે, તમારું ભોજન ઉત્તમ છે. ભારતીય શાકાહારી ખોરાક ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે.

12 નવેમ્બરની સવારે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હતું. ટનલના આ ભાગમાં વીજળીની જોગવાઈ હતી અને 6 ઈંચની કોમ્પ્રેસર પાઈપલાઈન દ્વારા કામદારોને ખોરાક, પાણી અને દવાઓ આપવામાં આવી હતી. 6 ઇંચ પહોળી પાઇપ દ્વારા પ્લાસ્ટિકની બોટલોમાં ખોરાક મોકલવામાં આવતો હતો. તેમાં બટાકાના ટુકડા, દાળ, કઠોળ અને ખીચડી મોકલવામાં આવી હતી. ડૉક્ટરની સલાહ લઈને અને કામદારોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ ખોરાક મોકલવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન સુરંગની બહાર તૈનાત બચાવકર્મીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી હતી. તેમાંથી વિદેશથી આવેલા ટનલ એક્સપર્ટ અનોલ્ડ ડિક્સને પણ ભારતીય શાકાહારી ખાવાનું મળ્યું અને તેઓ શાકાહારી ખોરાકના ચાહક બન્યા.

વિજ્ઞાનની સાથે ધર્મમાં પણ વિશ્વાસ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને વિદેશથી આવેલા આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે બાબા બોખનાગની પૂજા કરી હતી. આદેશ મુજબ પૂજારીને પણ બોલાવવામાં આવ્યા હતા.  તેમજ સમગ્ર બચાવ કામગીરી દરમિયાન પણ પ્રોફેસર ડિક્સ નિયમિતપણે બાબાના દરવાજે માથું નમાવતા જોવા મળતા હતા. મતલબ કે વિદેશી પ્રોફેસર વિજ્ઞાનની સાથે ધર્મમાં પણ આસ્થા રાખે છે.

આર્નોલ્ડ ડિક્સ કોણ છે?

આર્નોલ્ડ ડિક્સ ઇન્ટરનેશનલ ટનલીંગ એન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિએશનના પ્રમુખ છે. પરંતુ તે એન્જિનિયર, વકીલ અને ભૂસ્તરશાસ્ત્રી પણ છે. તેમણે મોનાશ યુનિવર્સિટી, મેલબોર્નમાંથી વિજ્ઞાન અને કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમની ત્રણ દાયકાની કારકિર્દીમાં તેમણે ઘણી ભૂમિકાઓ ભજવી છે. તેમણે 2016 થી 2019 ની વચ્ચે કતર રેડ ક્રેસન્ટ સોસાયટી માટે સ્વયંસેવક તરીકે કામ કર્યું, જ્યાં તેમણે આ જ પ્રકારની ભૂગર્ભ ઘટનાઓ પર કામ કર્યું હતું.

2020 માં ડિક્સ લોર્ડ રોબર્ટ મેયર પીટીર વિકરી ક્યુસીની કંપનીમાં જોડાયા હતા. તેઓ અહીં તકનીકી અને નિયમનકારી સલાહ આપે છે. તમને જણાવી દઈએ કે, સરકારે આ સુરંગમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે આ રેસ્ક્યુ મિશન માટે ઈન્ટરનેશનલ ટનલિંગ એન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિએશનના પ્રમુખ આર્નોલ્ડ ડિક્સને આમંત્રણ આપ્યું હતું.

કંપનીએ મંદિર બનાવવાનું પોતાનું વચન પાળ્યું નથી

ગ્રામજનોના આક્ષેપોને કારણે અહીં એક અઠવાડિયા પહેલા જ હંગામી મંદિર બનાવવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે, વર્ષ 2019 માં ટનલ નિર્માણની શરૂઆતમાં બાંધકામ કંપની દ્વારા બૌખનાગ દેવતાના નાના મંદિરને હટાવી દેવામાં આવ્યું હતું. આથી દેવતાઓ નારાજ થયા છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ દુર્ઘટના ઇષ્ટ દેવતા ભગવાન બૌખ નાગનો ક્રોધ છે. સુરંગની ઉપર જ જંગલમાં બૌખ નાગ દેવતાનું મંદિર છે. કંપનીએ જંગલોને ખલેલ પહોંચાડીને ટનલ બનાવવાનું શરૂ કર્યું અને બદલામાં કંપનીએ ટનલ પાસે દેવતાનું મંદિર બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ 2019થી હજુ સુધી મંદિર બન્યું નથી. ઘણી વખત લોકોએ કંપનીના અધિકારીઓને આ અંગે યાદ અપાવ્યું હતું, પરંતુ અધિકારીઓએ તેને ગંભીરતાથી લીધી ન હતી. ઉલટું સુરંગની જગ્યા પર થોડા દિવસો પહેલા ગ્રામજનો દ્વારા બનાવેલ નાનું મંદિર પણ તોડી પાડવામાં આવ્યું હતું. આ પછી જ ટનલમાં અકસ્માત થયો હતો.

આ પણ વાંચો, ટનલ કે વહ 17 દિનઃ 41 કામદારોએ વડાપ્રધાન સાથે વહેંચી ખાટી-મીઠી

Back to top button