ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

સાઉથ આફ્રિકાની પ્લેટિનમ ખાણમાં લિફ્ટ 650 ફૂટ નીચે પડતાં 11 શ્રમિકોનાં મૃત્યુ

Text To Speech

રસ્ટેનબર્ગ (સાઉથ આફ્રિકા), 29 નવેમ્બર: સાઉથ આફ્રિકામાં પ્લેટિનમની ખાણમાં મોટો અકસ્માત થયો છે. શ્રમિકોને સપાટી પર લઈ જતી વખતે એક લિફ્ટ અચાનક લગભગ 200 મીટર (656 ફૂટ) નીચે પડી ગઈ. ખાણ સંચાલકે મંગળવારે જણાવ્યું કે આ અકસ્માતમાં 11 લોકોનાં મૃત્યુ થયાં છે અને 75 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના ઉત્તરીય શહેર રસ્ટેનબર્ગની ખાણમાં બની હતી. જો કે, ઘાયલ શ્રમિકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઈમ્પ્લાટસ પ્લેટિનમ હોલ્ડિંગ્સ (ઈમ્પ્લાટ્સ)ના CEO નિકો મુલરે એક નિવેદનમાં જણાવ્યું કે ઈમ્પ્લાટ્સના ઈતિહાસમાં આ સૌથી કાળો દિવસ હતો. લિફ્ટ તૂટી પડવાના કારણની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને મંગળવારે ખાણમાં તમામ કામ સ્થગિત કરી છે. ઈમ્પ્લાટસના પ્રવક્તા જોહાન થેરોને જણાવ્યું હતું કે કેટલાક ઘાયલોને ગંભીર કોમ્પેક્ટ ફ્રેક્ચર છે. તેમણે કહ્યું કે આ ઘટના ખૂબ જ અણધારી હતી.

આફ્રિકા પ્લેટિનમનું સૌથી મોટું ઉત્પાદક

સાઉથ આફ્રિકા વિશ્વમાં પ્લેટિનમનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. 2022માં દેશમાં તમામ ખાણ અકસ્માતોમાં 49 મૃત્યુ થયા હતા. સાઉથ આફ્રિકાના સરકારી આંકડા અનુસાર, છેલ્લા બે દાયકામાં ખાણ અકસ્માતોથી થતા મૃત્યુમાં સતત ઘટાડો થયો છે, જે 2000માં લગભગ 300 જેટલો હતો.

આ પણ વાંચો: સિલ્કયારા ટનલમાંથી રેસ્ક્યુ કરાયેલા મજૂરોને ધામી સરકાર આપશે રૂ.1-1 લાખની આર્થીક સહાય

Back to top button