શું તમે પંજાબના સીએમ ભગવંત માનની પહેલી પત્ની વિશે જાણો છો? કોણ છે ઈન્દ્રપ્રીત કૌર
પંજાબના સીએમ ભગવંત માને આજે ડો.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા છે. મુખ્યમંત્રી ભગવંત માન 48 વર્ષના છે, આ તેના બીજા લગ્ન છે. અગાઉ તેણે ઈન્દ્રપ્રીત કૌર સાથે લગ્ન કર્યા હતા. તેને ઈન્દ્રપ્રીત કૌર સાથેના બે બાળકો પણ છે. એક દીકરી અને એક દીકરો. આ બંને યુવાન બાળકો તેમની માતા સાથે અમેરિકામાં રહે છે. ભગવંત માન સીએમ બન્યા ત્યારે તેમના બંને બાળકો પણ આવ્યા હતા. જોકે તેની પહેલી પત્ની ઈન્દ્રપ્રીત કૌર આવી ન હતી. ઈન્દ્રપ્રીત કૌર અને ભગવંત માનના 2015માં છૂટાછેડા થઈ ગયા. આ પછી ઈન્દ્રપ્રીત કૌર અમેરિકા સ્થાઈ થઈ હતી.
પ્રથમ પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે
2015માં છૂટાછેડા બાદ ઈન્દ્રપ્રીત કૌર અમેરિકા જતી રહી હતી. બંને બાળકો પણ તેમની સાથે ગયા. પુત્રનું નામ દિલશાન માન જ્યારે પુત્રીનું નામ સીરત કૌર છે. બંને બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે. જો કે ભગવંત માને બંને વચ્ચે છૂટાછેડા કેમ થયા તે વિશે ક્યારેય કંઈ જણાવ્યું નહોતું, પરંતુ એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, જાહેર જીવનમાં વ્યસ્તતાને કારણે તેઓએ છૂટાછેડા લીધા. તેણે કહ્યું, મેં મારા પરિવાર કરતાં પંજાબને પ્રાથમિકતા આપી. આ જ કારણ છે કે મારા પરિવારે મને છોડી દીધો.
પહેલી પત્ની ઈન્દ્રપ્રીત 2014 સુધીની તમામ રેલીઓમાં તેની સાથે હતી
જ્યારે ભગવંત માન 2011માં પંજાબના રાજકારણમાં આવ્યા ત્યારે તેઓ પીપલ્સ પાર્ટી ઓફ પંજાબના સભ્ય બન્યા હતા. આ દરમિયાન તેમની પહેલી પત્ની ઈન્દ્રપ્રીત ખૂબ જ સક્રિય હતી અને માનની લગભગ તમામ રેલીઓમાં હાજર રહેતી હતી. ભગવંત માન જ્યારે 2014માં પહેલીવાર સંગરુર લોકસભાથી ચૂંટણી લડ્યા હતા ત્યારે પણ ઈન્દ્રપ્રીત કૌર તેમની સાથે હતા અને ચૂંટણી પ્રચારમાં રાત-દિવસ એક કર્યા હતા. ભગવંત માન ચૂંટણી જીત્યા, પરંતુ અચાનક તેમના પત્ની સાથે છૂટાછેડા લીધા અને પત્ની સાથેના સબંધને હારી ગયા. એક ઈન્ટરવ્યુમાં માને પોતાનું દર્દ વ્યક્ત કરતા કહ્યું હતું કે, જ્યારે મને રાજનીતિમાં સફળતા મળવા લાગી ત્યારે મારો પરિવાર મારાથી દૂર થઈ ગયો હતો. ભગવંત માનના 2015માં છૂટાછેડા થઈ ગયા. 2019 માં તેઓ ફરીથી સંગરુરથી સાંસદ બન્યા અને 2022 માં પંજાબના મુખ્યમંત્રી બન્યા.