ટોપ ન્યૂઝનેશનલ

સિલ્કયારા ટનલમાંથી રેસ્ક્યુ કરાયેલા મજૂરોને ધામી સરકાર આપશે રૂ.1-1 લાખની આર્થીક સહાય

Text To Speech

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં સતત 17 દિવસ સુધી અંદર અને બહાર બંને જગ્યાએ જોવા મળેલી તંગદિલીનો આખરે સુખદ અંત આવ્યો છે અને 41 શ્રમિકોને ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે આ સિલ્કયારા ટનલમાંથી રેસ્ક્યુ કરાયેલા તમામ 41 મજૂરોને ધામી સરકાર દ્વારા રૂ.1-1 લાખની આર્થીક સહાયની જાહેરાત કરવામાં આવી છે દિવાળીના દિવસે એટલે કે ગત તારીખ 12 નવેમ્બરથી ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોનું આખરે અંદાજે 400 કલાક બાદ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જેથી “Light at the end of tunnel” વિધાન સાર્થક થયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું લાગણીસભર ટ્વિટ

પીએમ મોદીએ સીએમ ધામી સાથે વાત કરી

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી અને બચાવ કામગીરી અંગે અપડેટ્સ લીધા. સુરંગમાંથી કામદારોને બહાર કાઢ્યા બાદ તેમને હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે.

Back to top button