ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા નગરપાલિકાએ વીજ બિલના વર્ષોથી બાકી રૂ.8.83 કરોડ નહીં ભરતા UGVCL ની નોટિસ

Text To Speech
  • 72 કલાકમાં નહીં ભરાય તો પાણીના બોરના કનેક્શન કાપી દેવાશે

પાલનપુર : ડીસા નગરપાલિકા દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડને વીજ બીલ પેટે ભરવાના થતા રૂપિયા 8.83 કરોડની રકમ વારંવાર નોટિસો આપવા છતાં પાલિકા દ્વારા નહીં ભરાતા UGVCLએ નગરપાલિકાના ચીફ ઓફિસરને 72 કલાકની આખરી નોટિસ આપી જો નાણાં નહીં ભરાય તો પાલિકા હસ્તકના 37 બોર સહિતના વીજ કનેક્શન કાપવાની ચીમકી આપી છે.

ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં પાણી પુરવઠો પૂરું પાડવા વોટર વર્કસ વિભાગના 37 બોર આવેલા છે. જેનું અંદાજે દર માસે 40 લાખ ઉપરાંતનું બિલ વીજ બિલ આવે છે.જોકે ડીસા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વીજ બિલ નહીં ભરતા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર નોટિસો પાઠવવામાં આવે છે. ઘણા સમયથી પાલિકા દ્વારા વીજ બિલ નહીં ભરાતા બાકી વીજબિલનો આંકડો હાલમાં રૂપિયા 8.83 કરોડ એ પહોંચ્યો છે.

ત્યારે UGVCL ડીસા શહેર પેટા વિભાગના નાયબ ઇજનેર દ્વારા ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને આખરી નોટિસ પાઠવી 72 કલાકમાં વીજબિલના નાણા ભરવા જણાવ્યું છે. જો નગરપાલિકા દ્વારા આ વીજબીલની રકમ નહીં ભરવામાં આવે તો વીજ કંપની દ્વારા પાણીના તમામ 37 બોરના કનેક્શન ઉપરાંત ડીસા નગરપાલિકા મુખ્ય કચેરી તેમજ હાથીખાના સ્ટોર વિભાગના વીજ કનેક્શન કાપી નાખવાની ચીમકી આપી છે. તેમજ આ વીજજોડાણ કપાશે તો શહેરના નાગરિકોને ભારે તકલીફ ભોગવી પડશે અને તેની સંપૂર્ણ જવાબદારી ડીસા નગરપાલિકાની રહેશે તેમ પણ નોટિસમાં જણાવ્યું છે.

આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટે જણાવ્યું હતું કે તેઓ દર મહિને નગરપાલિકા સમયસર વીજબિલના નાણા ભરે છે અને આ મામલે હું અધિકારી સાથે વાત કરી લઉં છું. તેમજ UGVCL ના અધિકારીઓ મારી પહેલા મીડિયાને આ બાબતે માહિતી આપે તે યોગ્ય નથી

આ પણ વાંચો :  બનાસકાંઠા : ડીસાના જાપુરા ગામે બાળકોને ઠપકો આપવા બાબતે કર્યો હુમલો

Back to top button