બનાસકાંઠા : ડીસામાં મિલકત તકરારમાં યુવકનો આપઘાતનો પ્રયાસ
- સુસાઇડ નોટ લખી દુકાનમાં બેભાન હાલતમાં મળ્યો
પાલનપુર : ડીસા શહેરમાં પારિવારિક મિલકતના વિવાદમાં યુવકે આપઘાત નો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. યુવક સુસાઇડ નોટ લખી દુકાનમાંથી બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
“જર, જમીન ને જોરુ ત્રણેય કજીયાના છોરુ” એ કહેવતને સાર્થક કરતો કિસ્સો ડીસામાં બન્યો છે. જેમાં ડીસાની એસ. સી. ડબલ્યુ.હાઈસ્કૂલ ચાર રસ્તા નજીક આવેલી શાસ્ત્રીનગર સોસાયટી ભાગ-2 માં રહેતા યુવકના પરિવારમાં છેલ્લા ઘણા દિવસથી ઘરમાં મિલકત બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. ઘણા સમયથી ચાલતા આ કંકાસ ના કારણે ગુણવંતે કંટાળી જઇ આપઘાત કરવાનું મન બનાવી ઘરે સુસાઇડ નોટ લખી ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ તે રીશાલા ચોક બજારમાં આવેલી તેની દુકાનમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જેથી આજુબાજુના વેપારીઓએ પરિવારજનોને જાણ કરતા પરિવારજનોએ પોલીસને બોલાવી હતી. પ્રાથમિક તબક્કે તેણે ઝેરી દવા ગટગટાવી આપઘાત નો પ્રયાસ કર્યો હોવાનું પોલીસનું માનવું છે. બેભાન અવસ્થામાં મળેલા ગુણવંત ને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યો હતો
આ પણ વાંચો : ગાયત્રી ચેતના કેન્દ્ર : મોડાસાનો પાંચમો વાર્ષિકોત્સવ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે ઉજવાયો