તેલંગાણા: રાહુલ ગાંધીએ રિક્ષામાં સવારી કરી ઓટો ડ્રાઇવરોની સમસ્યાઓ સાંભળી


- તેલંગાણામાં આજે ચૂંટણી પ્રચાર માટે છેલ્લો દિવસ, સાંજે પાંચ વાગ્યા સુધી કરી શકાશે પ્રચાર
- રાહુલ ગાંધી વહેલી સવારે રિક્ષામાં સવારી કરતાં જોવા મળ્યા
- તેલંગાણામાં 119 વિધાનસભા સીટો માટે 30 નવેમ્બરે મતદાન
તેલંગાણા, 28 નવેમ્બર: તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. આજે (28 નવેમ્બર) અહીં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે, સાંજે 5 વાગ્યા પછી ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષો જોર-શોરથી ચૂટણી પ્રચાર કરી રહ્યા છે, અનેક નેતાઓ મેદાને ઉતર્યા છે. એવામાં આજે વહેલી સવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ રિક્ષામાં સવારી કરતાં જોવા મળ્યા હતા.
#WATCH | Telangana Elections | After his interaction with auto drivers, gig workers and sanitary workers in Jubilee Hills, Congress MP Rahul Gandhi rides in an autorickshaw. pic.twitter.com/xRABYKnqzk
— ANI (@ANI) November 28, 2023
રાહુલ ગાંધીએ ઓટો ડ્રાઈવરોની સમસ્યાઓ સાંભળી
તેલંગાણામાં ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે દરેક પક્ષો પોત-પોતાના પક્ષને જીત અપાવવા માટે ભારે પ્રચાર કરી રહ્યા છે. પ્રચાર આજે સાંજે પાંચ વાગ્યા સુધી જ કરી શકાશે. એવામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વહેલી સવારે (28 નવેમ્બર) તેલંગાણાના જ્યુબિલી હિલ્સ મતવિસ્તારમાં ઓટો ડ્રાઈવરો, ગીગ વર્કર્સ અને સફાઈ કામદારો સાથે વાતચીત કરી હતી.
VIDEO | Congress MP Rahul Gandhi interacted with autorickshaw drivers and gig workers in Hyderabad, Telangana earlier today.
(Source: Third Party) pic.twitter.com/nlmssObtsV
— Press Trust of India (@PTI_News) November 28, 2023
વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ ઓટો ડ્રાઈવરો, ગીગ વર્કર્સ અને સફાઈ કામદારોની સમસ્યાઓ જાણી અને જો સરકાર બનશે તો સમસ્યાઓ હલ કરવાની ખાતરી આપી હતી. આ પહેલા પણ રાહુલ ગાંધીએ કુલીઓ, માછીમારો અને ટ્રક ડ્રાઈવરોને મળતા જોવા મળ્યા છે.
આ પણ વાંચો: બિહાર સરકારે શાળાઓમાં જન્માષ્ટમી, રક્ષાબંધન અને શિવરાત્રીની રજાઓ બંધ કરી