બિહાર સરકારે શાળાઓમાં જન્માષ્ટમી, રક્ષાબંધન અને શિવરાત્રીની રજાઓ બંધ કરી
- બિહાર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2024 માટે શાળાની રજાઓનું કેલેન્ડર જાહેર
- બિહાર સરકાર દ્વારા મહાશિવરાત્રી, જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા તહેવારો પર રજાઓ રદ્દ કરવામાં આવી
- બિહારની ઉર્દૂ શાળાઓમાં સાપ્તાહિક રજા રવિવારના બદલે શુક્રવારે
બિહાર, 28 નવેમ્બર: બિહાર સરકારના શિક્ષણ વિભાગે વર્ષ 2024 માટે શાળાની રજાઓનું કેલેન્ડર બહાર પાડ્યું છે. પ્રથમ વખત ધોરણ 1 થી 12 માટે એક જ રજાનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ, આ વર્ષે 2024માં મહાશિવરાત્રી, જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા તહેવારો પર રજાઓ બંધ કરવામાં આવી છે. 2023 ના કેલેન્ડરમાં મહાશિવરાત્રી, જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા તહેવારો પર રજા આપવામાં આવતી હતી, જે 2024ના કેલેન્ડરમાં રદ કરવામાં આવી છે.
ઉર્દૂ શાળાઓમાં રવિવારના બદલે શુક્રવારે રજા
શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, બિહાર રાજ્યની તમામ ઉર્દૂ પ્રાથમિક, મધ્યમ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સાપ્તાહિક રજા રવિવારના બદલે શુક્રવારે જાહેર કરવામાં આવી છે. રવિવારે તમામ ઉર્દૂ શાળાઓ ખુલી રહેશે.
આ પણ વાંચો: કોટામાં NEETની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ
બકરી ઈદના તહેવાર પર ત્રણ દિવસ રજા
બિહારના શિક્ષણ વિભાગ દ્વારા મહાશિવરાત્રી, જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા તહેવારો પર રજાઓ રદ કરવામાં આવી છે. ત્યારે વર્ષ 2024માં બકરી ઈદના દિવસે ત્રણ રજાઓ આપવાનો ઉલ્લેખ કર્યો છે. અગાઉ વર્ષ 2023માં બકરી ઈદ પર બે દિવસની રજાઓ આપવામાં આવી હતી. હવે આ રીતની રજાઓ જાહેર કરતાં બિહારનું રાજકારણ ગરમાય તો નવાઈ નહીં.
આ પણ વાંચો: MPના બાલાઘાટમાં મતગણતરી પહેલા સ્ટ્રોંગ રૂમમાં પોસ્ટલ વોટ બોક્સ ખોલવામાં આવ્યું !