ગુજરાતમાં નવા GST નંબરના નિયમોમાં ફેરફાર થતા પ્રામાણિક વેપારીઓને રાહત
- પ્રામાણિક અને કૌભાંડી વેપારીઓને અલગ તારવવામાં આવ્યા
- જીએસટી વિભાગે વેપારીઓને બે અલગ અલગ કેટેગરીમાં વિભાજીત કર્યા
- કૌભાંડી વેપારીઓ પર ચાંપતી નજર રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી
ગુજરાતમાં નવા GST નંબરના નિયમોમાં ફેરફાર થતા પ્રામાણિક વેપારીઓને રાહત મળી છે. જેમાં કૌભાંડિયા અને પ્રામાણિક વેપારીઓને અલગ તારવવા GST વિભાગની કવાયત શરૂ છે. તેમાં પુરાવાના આધારે સ્થળ તપાસ બાદ જ યોગ્ય લાગે તો જ નવો નંબર મળશે.
આ પણ વાંચો: ગુજરાતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં અમદાવાદ પ્રથમ નંબરે, જાણો બીજા પર કયુ શહેર
પ્રામાણિક અને કૌભાંડી વેપારીઓને અલગ તારવવામાં આવ્યા
કૌભાંડી વેપારીઓ પર ચાંપતી નજર રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. જીએસટી નંબર મેળવવા માટે કેન્દ્ર શરુ કરવામાં આવ્યા બાદ પ્રામાણિક અને કૌભાંડી વેપારીઓને અલગ તારવવામાં આવ્યા છે. તેમાં પણ અરજી કરનાર વેપારી પ્રામાણિક છે કે નહીં તેની ચકાસણી અધિકારીઓ અરજી જોઇને જ કરી લેતા હોય છે. આવા વેપારીઓને જીએસટી નંબર આપવા માટે ઓફિસે પણ આવવુ નથી પડતુ. જ્યારે કૌભાંડી હોવાની આશંકા હોય તેવા વેપારીએ જીએસટી નંબર લેવા માટે અરજી કર્યા બાદ એપોઇમેન્ટ લઇને ઓફિસે પુરાવા રજુ કરવા પડતા હોય છે. તે પુરાવાના આધારે સ્થળ તપાસ બાદ જ યોગ્ય લાગે તો જ નવો નંબર આપવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે જાણો કયા પાકને સૌથી વધુ નુકસાન થયુ
જીએસટી વિભાગે આ માટે વેપારીઓને બે અલગ અલગ કેટેગરીમાં વિભાજીત કર્યા
જીએસટી વિભાગે આ માટે વેપારીઓને બે અલગ અલગ કેટેગરીમાં વિભાજીત કર્યા છે. તેમાં પણ હાઇ રીસ્ક અને લો રીસ્ક તરીકે ઓળખવામાં આવતા હોય છે. જેથી જે વેપારીઓએ નવો નંબર લેવા માટે જે અરજી કરી છે તેમાં કયો વેપાર કરવાના છે તેના આધારે વેપારી લો રીસ્કમાં આવે છે કે નહીં તે નક્કી કરવામાં આવતુ હોય છે. ખાસ કરીને વેપારીએ કેમિકલ, ભંગાર, ટેક્સટાઇલ વેસ્ટ માટે અરજી કરી હોય તેને હાઇ રીસ્કમાં મુકવામાં આવતા હોય છે. જ્યારે અન્ય વેપારીઓને લો રીસ્કમાં રાખવામાં આવ્યા છે. હાઇ રીસ્કવાળા વેપારીએ નવો નંબર મેળવવા માટે જીએસટી વિભાગ બનાવેલા નિયમોમાંથી પસાર થયા બાદ અધિકારીને યોગ્ય જણાય તો જ આવા વેપારીઓને નવો જીએસટી નંબરની ફાળવણી કરવામાં આવનાર છે. જેથી નવો નંબર મેળવવા માટે કૌભાંડી વેપારીઓ પર ચાંપતી નજર રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે.