વહેલી સવારમાં 3 દેશો ભૂકંપથી ધ્રુજી ઉઠયા, મોટા ખતરાની આશંકા
- પાકિસ્તાન, ચીન અને ન્યુ ગિની જેવા દેશોમાં ભૂકંપ અનુભવાયો
- પાકિસ્તાનમાં 4.2, ચીનમાં 5 અને ન્યુ ગિનીમાં 6.5ની તીવ્રતા નોંધાઈ
નવી દિલ્હી, 28 નવેમ્બર : છેલ્લા કેટલાક સમયથી ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ભૂકંપની ઘટનાઓએ લોકોના મનમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. દરેક વ્યક્તિને આશંકા છે કે આ ઘટનાઓ કોઈ મોટી દુર્ઘટનાનો સંકેત છે. તે દરમિયાન ફરી એક વાર મંગળવારે સવારે પાકિસ્તાન, ચીન અને ન્યુ ગિનીના દરિયાકાંઠે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જેમાં રિક્ટર સ્કેલ પર પાકિસ્તાનમાં 4.2, ચીનમાં 5 અને ન્યુ ગિનીમાં 6.5ની તીવ્રતા નોંધાઈ છે. જેની વિગતવાર માહિતી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી વિભાગે આપી છે.
પાકિસ્તાનમાં 3.38 કલાકે અનુભવાયો ભૂકંપ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મંગળવારે સવારે 3.38 કલાકે પાકિસ્તાનની જમીન ભૂકંપથી ધ્રૂજી ઉઠી હતી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2ની માપવામાં આવી છે. કેન્દ્રના અહેવાલ મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીથી 10 કિલોમીટર ઊંડે નોંધાયું હતું. અગાઉ સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં 10 કિલોમીટરની ઊંડાઈએ 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
Earthquake of Magnitude:4.2, Occurred on 28-11-2023, 03:38:03 IST, Lat: 34.66 & Long: 73.51, Depth: 10 Km ,Location: Pakistan for more information Download the BhooKamp App https://t.co/yht8fwds4Q@KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @moesgoi pic.twitter.com/XsvE53KHwm
— National Center for Seismology (@NCS_Earthquake) November 27, 2023
જીજાંગ/તિબેટમાં પણ ભૂકંપ અનુભવાયો
મંગળવારે સવારે જ તિબેટમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા, જેને ચીન હવે જિઝાંગ કહે છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, જીજાંગ વિસ્તારમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી હતી. આ ભૂકંપ સવારે 3:45 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ પૃથ્વીથી 140 કિલોમીટરની ઊંડાઈ પર હતું.
Earthquake of Magnitude:5.0, Occurred on 28-11-2023, 03:45:44 IST, Lat: 28.57 & Long: 87.80, Depth: 140 Km ,Location: Xizang, for more information Download the BhooKamp App https://t.co/DgyI2TCMwV@KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @moesgoi pic.twitter.com/1YF16NPjTc
— National Center for Seismology (@NCS_Earthquake) November 27, 2023
પાપુઆ ન્યુ ગિનીમાં ધરા ધ્રુજી
મંગળવારે સવારે પાપુઆ ન્યુ ગિનીના ઉત્તરી દરિયાકાંઠે એક જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો છે કે, ન્યૂ ગિનીના ઉત્તરી કિનારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5ની માપવામાં આવી હતી. ભૂકંપનો આંચકો સવારે 3.16 કલાકે અનુભવાયો હતો અને તેનું કેન્દ્રબિંદુ ધરતીથી 10 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું.
Earthquake of Magnitude:6.5, Occurred on 28-11-2023, 03:16:44 IST, Lat: -3.66 & Long: 144.08, Depth: 10 Km ,Location: Near N. Coast of New Guinea, PNG for more information Download the BhooKamp App https://t.co/ii4NOjJKli@Dr_Mishra1966 @KirenRijiju @ndmaindia @Indiametdept pic.twitter.com/5Rdc7w8l34
— National Center for Seismology (@NCS_Earthquake) November 27, 2023
આ પણ જાણો :વહેલી સવારમાં ભૂકંપથી મહારાષ્ટ્ર હચમચી ગયું, ત્રણ રાજ્યોમાં આવ્યા આંચકા