સીએમ ભૂપેન્દ્ર પટેલે જાપાનની બેન્કના ચેરમેનને ગ્લોબલ સમિટમાં આવવા આપ્યું નિમંત્રણ
- જાપાન બેન્ક ફોર ઈન્ટરનેશનલ કોર્પોરેશન-જે.બી.આઈ.સી.ના ચેરમેન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી
- ધોલેરા એસ.આઈ.આર. એ જાપાનીઝ રોકાણકારો માટે ફોકસનો એરિયા છે : જે.બી.આઈ.સી. ચેરમેન
ટોક્યો, 27 નવેમ્બર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે દિવસથી જાપાન પ્રવાસે છે, ત્યારે આજે પ્રવાસના બીજા દિવસે વિવિધ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન અને ફાયનાન્શિયલ ઈન્સ્ટિટ્યુશન્સ સાથે બેઠકો કરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જાપાન બેન્ક ફોર ઈન્ટરનેશનલ કો-ઓપરેશનના ચેરમેન ટડાશી મેઈડા, ગવર્નર હયાશી નોબુમિત્સુ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે.બી.આઈ.સી. ગુજરાતના ઘણા સમયથી સહયોગી રહ્યા છે તેની વિગતો આપી
જાપાનમાં જે.બી.આઈ.સી.ના ચેરમેનએ મુખ્યમંત્રી અને ડેલિગેશનનું સ્વાગત કર્યું હતું અને જે.બી.આઈ.સી.ના રોકાણ સાથે નિપ્પોન સ્ટીલ સહિતના ભારતમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની ચર્ચા કરી હતી. ભારત સાથેની સહભાગીતાનો ઉલ્લેખ કરતા જે.બી.આઈ.સી.ના ચેરમેનએ કહ્યું કે, ‘જે.બી.આઈ.સી. માત્ર હાઈસ્પીડ રેલને જ નહીં, પણ ગ્રીન એમોનિયા, ગ્રીન હાઈડ્રોજન, વગેરે સેક્ટર્સને પણ ખૂબ મહત્વ આપી રહ્યું છે. ભારત સાથેની સહભાગીતાનો જાપાનીઝ કંપનીઓને ઘણો લાભ મળી રહ્યો છે. ધોલેરા એસ.આઈ.આર.એ જાપાનીઝ રોકાણકારો માટે ફોકસનો એરિયા છે અને તે માટે 2024ની વાઈબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાત સરકાર સાથે કામ કરવામાં ઉત્સુક છીએ.’
- મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં દેશમાં ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસની સરળતાને કારણે વિદેશી રોકાણો માટે ભારત આવવું સુગમ બન્યું છે’.
જે.બી.આઈ.સી.ના ચેરમેન સાથેની બેઠક દરમિયાન ભૂપેન્દ્ર પટેલે ભારત અને ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા બદલ જે.બી.આઈ.સી.નો આભાર માન્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પણ જે.બી.આઈ.સી.ને પાઠવ્યું હતું.
આ બેઠકમાં જાપાન ખાતેના ભારતીય રાજદૂત સીબ્બી જ્યોર્જ અને મુખ્ય સચિવ રાજકુમાર સહિત ડેલિગેશનના સભ્યો જોડાયા હતા.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં માણી બુલેટ ટ્રેનની સફર, પ્રતિનિધિમંડળ સાથે શેન્કેઈન ગાર્ડનની લીધી મુલાકાત