ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ પરિવારે હિન્દુ ધર્મમાં કરી ઘર વાપસી
ઉત્તર પ્રદેશ, 27 નવેમ્બર : ગાઝિયાબાદમાં એક પરિવારના ચાર સભ્યોએ મુસ્લિમ ધર્મનો ત્યાગ કરીને સનાતન ધર્મને અપનાવ્યો છે. આ પરિવારે હિંદુ ધર્મની ધાર્મિક વિધિઓ અને પૂજાપાઠ કરીને હિંદુ ધર્મને અપનાવ્યો. હિન્દુ રક્ષા દળના પ્રમુખ પિંકી ચૌધરીના જણાવ્યા અનુસાર આ પરિવારે તેમનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેમની સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ઘર વાપસી કરાઈ. સાથે જ તે પણ જણાવ્યું કે આગામી સમયમાં મોટી સંખ્યામાં લોકો સનાતન ધર્મ અંગીકાર કરવાના છે.
મુસ્લિમ ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવ્યો
મુસ્લિમ ધર્મ છોડીને સનાતન ધર્મ અપનાવનાર ગાઝિયાબાદના આ પરિવારના ચાર સભ્યોએ તેમનાં મૂળ નામ આસિફને બદલે આકાશ ચૌહાણ, સુમૈયા ખાતુનને બદલે પ્રિયા ચૌહાણ, નાઝિયાને બદલે અર્ચના અને તેમના 5 વર્ષના પુત્રનું નામ આર્યન રાખવામાં આવ્યું છે. આ બધાએ જીવનભર સનાતન ધર્મના માર્ગે ચાલવાની પ્રતિજ્ઞા લીધી અને કહ્યું કે સનાતન ધર્મ સૌથી પવિત્ર ધર્મ છે. તેનો ભાગ બનવું તેમના માટે એક લહાવો છે. સનાતન ધર્મમાં પરત ફરેલી પ્રિયા ચૌહાણે જણાવ્યું કે પાંચ વર્ષ પહેલા તેણે હિંદુ ધર્મ અનુસાર મંદિરમાં લગ્ન કર્યા હતા, પરંતુ આ પછી તેણે મુસ્લિમ ધર્મ અપનાવ્યો.
પરિવારે હિન્દુ રક્ષા દળનો કર્યો સંપર્ક
હિન્દુ રક્ષા દળના પ્રમુખ પિંકી ચૌધરીના જણાવ્યા અનુસાર, આ લોકોએ સંગઠનનો સંપર્ક કર્યો અને પોતે સનાતન ધર્મમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. એ જ આધાર પર તેમને સનાતન ધર્મમાં ઘર વાપસી કરી હતી. સાથે જ અન્ય લોકોની પણ ઘર વાપસી કરાવવામાં આવશે. ભારતીય કાયદા હેઠળ તેમને હિંદુ ધર્મમાં સામેલ કરવામાં આવશે. આ લોકોની એસડીએમને મળીને નવા દસ્તાવેજો તૈયાર કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ ગાઝિયાબાદના ભોપુરા મંદિરમાં થયો હતો.
આપણ વાંચો : અમદાવાદના સરદાર પટેલ વિમાનમથકે જીત્યો 23મો ગ્રીનટેક એન્વાયરમેન્ટ એવોર્ડ