ભારતના પ્રવાસીઓ માટે મલેશિયામાં 30-દિવસની વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત
- ભારત અને ચીનના મુલાકાતીઓને 1 ડિસેમ્બરથી મલેશિયામાં 30-દિવસ સુધી વિઝા-મુક્ત પ્રવેશ
મલેશિયા, 27 નવેમ્બર : મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે રવિવારે જાહેરાત કરી હતી કે ભારત અને ચીનના મુલાકાતીઓને 1 ડિસેમ્બરથી મલેશિયામાં 30-દિવસ સુધી વિઝા-મુક્ત પ્રવેશ આપવામાં આવશે તેમ મલેશિયા સ્થિત મલય મેઇલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે કહ્યું કે, “વિઝા મુક્તિ હજુ પણ ગુના અથવા હિંસાના ભૂતકાળના રેકોર્ડ માટે સુરક્ષા તપાસને આધીન છે.”
Malaysia PM announces 30-day free visa entry for travellers from India
Read @ANI Story | https://t.co/I0fuL41cRo#AnwarIbrahim #Malaysia #India #Visa pic.twitter.com/G1N7KrCLPh
— ANI Digital (@ani_digital) November 27, 2023
મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે શું જણાવ્યું ?
મલય મેઇલના અહેવાલ મુજબ, 2023 પીપલ્સ જસ્ટિસ પાર્ટી (PKR) નેશનલ કોંગ્રેસમાં તેમના સંબોધનમાં, વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે કહ્યું કે, “1 ડિસેમ્બરથી, અમે અરબ દેશો, તુર્કી, જોર્ડન અને ચીનના નાગરિકોને 30 દિવસની વિઝા મુક્તિની વધારાની સુવિધાઓ આપીશું અને ભારતીયો મલેશિયા આવશે.”
વડાપ્રધાને પાછળથી સ્પષ્ટતા કરી કે, “મધ્ય પૂર્વના દેશો જેવા કે તુર્કી અને જોર્ડન પહેલાથી જ 30-દિવસના વિઝા-મુક્ત પ્રવેશનો આનંદ માણી રહ્યા છે અને તે હવે ભારત અને ચીનના લોકો સુધી લંબાવવામાં આવ્યું છે.” તેમણે નોંધ્યું હતું કે, આસિયાન ક્ષેત્રમાં પ્રવાસન મોટાભાગે સિંગાપોર અને ઇન્ડોનેશિયા જેવા પડોશી રાષ્ટ્રોમાંથી આવે છે.
અગાઉ થાઈલેન્ડ અને શ્રીલંકા દ્વારા પણ વિઝા મુક્ત પ્રવેશની જાહેરાત
મલેશિયાનો નિર્ણય શ્રીલંકા અને થાઈલેન્ડ દ્વારા જાહેર કરાયેલા સમાન વિઝા મુક્તિ પછી આવ્યો છે. ઑક્ટોબરની શરૂઆતમાં, શ્રીલંકાના વિદેશ પ્રધાન અલી સબરીએ કહ્યું હતું કે, “શ્રીલંકા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ભારત, ચીન અને રશિયા સહિત સાત દેશોના મુલાકાતીઓને વિઝા મુક્ત પ્રવેશની મંજૂરી આપશે.” જે બાદ શ્રીલંકાની કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી હતી અને પાયલોટ પ્રોજેક્ટ તાત્કાલિક અસરથી શરૂ થઈ ગયો છે અને 31 માર્ચ, 2024 સુધી ચાલુ રહેશે.
તેવી જ રીતે, થાઈલેન્ડે પણ જાહેરાત કરી હતી કે ભારતીય પ્રવાસીઓને 10 નવેમ્બરથી શરૂ થતા છ મહિનાના સમયગાળા માટે દેશમાં વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. થાઈ કેબિનેટના નિર્ણયને પગલે આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ભારત અને તાઈવાનના પ્રવાસીઓને થાઈલેન્ડમાં 30 દિવસ સુધી રહેવા માટે એન્ટ્રી વિઝાની આવશ્યકતામાંથી મુક્તિ આપવા સંમત થયા હતા, જે 10-મે, 2024ના રોજ સુધી લાગુ છે.
આ પણ જાણો :વેકેશનમાં થાઈલેન્ડ જવા માગતા ભારતીય પ્રવાસીઓને વિઝાની જરૂર નહીં પડે