ટ્રેન્ડિંગમનોરંજન

સ્વર્ગસ્થ રાજકુમાર કોહલીની પ્રાર્થનાસભામાં સની દેઓલ ટ્રોલઃ ભડક્યા લોકો

Text To Speech
  • લોકપ્રિય ડિરેક્ટર રાજકુમાર કોહલીને અંજલિ આપવા યોજાયેલી પ્રાર્થનાસભામાં સની દેઓલ ટ્રોલ થયો, હસતાં હસતાં લોકોને મળ્યો અને ફેશનેબલ હેટ પહેરીને આવ્યો. યુઝર્સે કહ્યું આ લોકો કેટલા ફેક હોય છે.

સની દેઓલ ફરી એક વાર ટ્રોલ થયો છે. થોડા દિવસ પહેલા જાણીતા ડિરેક્ટર રાજકુમાર કોહલીનું નિધન થયું હતું. અરમાન કોહલીએ પિતા માટે પ્રાર્થના સભા રાખી હતી, જેમાં અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા. જેકી શ્રોફ, રાજ બબ્બર અને વિંદુ દારા સિંહ સામેલ હતા. આ પ્રેયર મીટના અનેક ફોટો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ દરમિયાન સની દેઓલનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને લઈને તે ટ્રોલ થયો છે.

શું છે આ વીડિયોમાં

વીડિયોમાં તમે જોઈ શકશો સની દેઓલ પ્રાર્થનાસભામાંથી બહાર આવે છે અને તરત લોકોને મળતા મળતા હસે છે. ત્યાં અરમાન કોહલી ચુપચાપ સાઈડમાં ઊભો છે. આ વીડિયોમાં યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે શોકસભામાં આવી રીતે હસવું યોગ્ય લાગતું નથી. કેવા લોકો છે? એક યુઝરે લખ્યું છે કે સની સર કદાચ ભૂલી ગયા કે તેઓ પ્રાર્થનાસભામાં આવ્યા છે. એક વ્યક્તિએ લખ્યું છે કે કેટલા ફેક લોકો છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરી છે કે પ્રાર્થનાસભામાં આવી હેટ કેમ પહેરી છે? હવે જોવાનું એ છે કે આ ટ્રોલિંગ પર સની દેઓલનું શું રિએક્શન આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

પોપ્યુલર ડિરેક્ટર હતા રાજકુમાર

રાજકુમાર 1970થી 1980ના દાયકાના લોકપ્રિય ડિરેક્ટર હતા. તે જાની દુશ્મન, એક અનોખી કહાની, નાગિન, બદલે કી આગ, રાજ તિલક, પતિ-પત્ની ઓર તવાયફ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. રાજકુમારે સંજીવ કુમાર, સુનીલ દત્ત, ધર્મેન્દ્ર, શત્રુઘ્નસિંહા અને રીના રોય સાથે ફિલ્મો બનાવી છે. ત્રણ દિવસ પહેલાં એટલે કે 24 નવેમ્બરે, 2023ના રોજ 93 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચોઃ ન્યૂયોર્કઃ ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત સાથે ખાલિસ્તાનીઓનું ગેરવર્તન

Back to top button