- અમેરિકામાં ટાટાની IT ક્ષેત્રની કંપની TCSને મોટો આંચકો
- TCS પર અમેરિકન કંપની DXC દ્વારા સોર્સ કોડનો દુરુપયોગ કરવાનો પાયાવિહોણો આરોપ
- TCSએ અમેરિકન જ્યુરીના આ નિર્ણયથી અસહમત હોવાથી કેસ કોર્ટમાં જશે
ન્યૂયોર્ક, 27 નવેમ્બર : ભારત દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસ એવા ટાટા ગ્રૂપની આઇટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ને અમેરિકામાં મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, એક અમેરિકન જ્યુરીએ કંપનીને $210 મિલિયનથી વધુ અથવા લગભગ 1750 કરોડ રૂપિયા ચૂકવવા કહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ બાબત સાબિત થઈ નથી. જેથી ટીસીએસ મેનેજમેન્ટે જ્યુરીના આ નિર્ણય સાથે અસંમતિ વ્યક્ત કરી છે. આ કેસનો હવે કોર્ટમાં નિર્ણય લેવામાં આવશે.
TCS પર આરોપ છે કે, “તેણે અમેરિકન IT કંપની ડિજિટલ ક્રોસ કનેકટ-DXC (અગાઉનું કમ્પ્યૂટર સાયન્સ કોર્પોરેશન-CSC) ના સોર્સ કોડનો દુરુપયોગ કરીને તેનું TCS Banks નામનું સોફ્ટવેર પ્લેટફોર્મ વિકસાવ્યું છે. આ અંગે અમેરિકન જ્યુરીએ આ નિર્ણય લીધો છે.
TCS પર સોર્સ કોડના દુરુપયોગનો કેસ
તાજેતરમાં રોઇટર્સના અહેવાલ મુજબ, દેશની સૌથી મોટી IT કંપની TCS પર આરોપ લાગ્યો છે કે તેણે TCS Bancs નામના તેના સોફ્ટવેર પ્લેટફોર્મને (Software Platform) વિકસાવવા માટે અમેરિકન IT કંપની DXC (અગાઉ CSC)ના સોર્સ કોડનો દુરુપયોગ કર્યો છે. આ કિસ્સામાં, એક અમેરિકન જ્યુરીએ ટિપ્પણી કરી છે કે, ટાટા ગ્રૂપની કંપની TCSએ અમેરિકન ફર્મના માલિકીના પ્લેટફોર્મને તોડીને વેપારના રહસ્યો સુધી પહોંચી ગયું હતું. પરંતુ આવી કોઈ બાબત હજુ સુધી સાબિત થઈ નથી કે કોઈ માહિતી કે પુરાવા જાણવા મળ્યા નથી.
DXCએ TCS પર લગાવ્યો પાયાવિહોણો આરોપ
આ કેસમાં DXC કંપનીએ TCS પર પાયાવિહોણો આરોપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેણે કોઈ અધિકાર વગર જ એપિક સિસ્ટમ્સના વેબ પોર્ટલને એક્સેસ કર્યું હતું. આ મામલો ચાર વર્ષ જૂનો છે, ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં TCSએ પોતાની ડિજિટલ ક્ષમતાઓને વધારવા માટે ટ્રાન્સઅમેરિકા નામની કંપની સાથે 2.5 બિલિયન ડૉલરની ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ જૂન મહિનામાં જ ટ્રાન્સઅમેરિકાએ પડકારજનક પરિસ્થિતિઓનો હવાલો આપીને TCS સાથે $2 બિલિયનનો 10 વર્ષનો કરાર તોડી નાખ્યો હતો. ત્યારબાદ 2019માં DXCએ પાયાવિહોણો આરોપ મૂક્યો હતો કે, TCS દ્વારા નિયુક્ત કરાયેલા મોટાભાગના ભૂતપૂર્વ ટ્રાન્સઅમેરિકા/MSI કર્મચારીઓ તેમના સોફ્ટવેરનો ઉપયોગ ટ્રાન્સઅમેરિકા/MSI ખાતે નીતિઓનું સંચાલન કરવા માટે કરી રહ્યા હતા.
ભારતની બીજી સૌથી મૂલ્યવાન કંપની એટલે TCS
અમેરિકન જ્યુરી દ્વારા 210 મિલિયન ડોલરની ચૂકવણી અંગેના આ કેસને લઈ તાજેતરના એક અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે, TCS જ્યુરીના આ નિર્ણય સાથે સહમત નથી. આ મામલે હવે કોર્ટમાં નિર્ણય લેવામાં આવશે, જેમાં તમામ પક્ષકારો પાસેથી વધુ માહિતી માંગવામાં આવી છે. TCS કંપની આ મામલે તેની કાનૂની લડત ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે, TCS ટાટા ગ્રૂપની સૌથી મોટી કંપનીઓમાંની એક છે અને તેનો બિઝનેસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. બજાર મૂલ્ય મુજબ, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી તે દેશની બીજી સૌથી મોટી કંપની છે. જેનું માર્કેટ કેપિટલાઇઝેશન (TCS MCap) રૂ. 12.65 લાખ કરોડનું રહેલું છે. ગયા શુક્રવારે TCS કંપનીના શેર 1.55 ટકાના ઘટાડા સાથે રૂ.3454ના સ્તરે બંધ થયા હતા.
આ પણ જુઓ :97 વર્ષના દાદીનું પરાક્રમ જોઈ આનંદ મહિન્દ્રા બોલી ઉઠયા : આ મારા હીરો છે