ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતઃ રવિ કૃષિ મહોત્સવનો ૨,૧૦,૧૬૮ ખેડૂતોએ લીધો લાભ

  • રાજ્યભરમાં યોજાયેલા દ્વિ દિવસીય રવિ કૃષિમહોત્સવમાં ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતો થયા સહભાગી
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે અમદાવાદના પીરાણાથી કરાવ્યો હતો શુભારંભ
  • બીજા દિવસે કૃષિમંત્રી રાઘવજી પટેલ રાજકોટ ખાતે આપ્યું માર્ગદર્શન
  • કૃષિ મહોત્સવના બે દિવસના કાર્યક્રમ દરમિયાન કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, સેવા-સેતુ, પશુ આરોગ્ય કેમ્પ અને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત યોજાઈ
  • રાજ્યમાં કુલ ૨૬૮ પશુ આરોગ્ય કેમ્પ યોજાયા જેનો ૧૬૦૩૧ પશુપાલકોએ લાભ લીધો

રાજ્યમાં યોજાયેલા કૃષિ મહોત્સવમાં ખેડૂતોને રવિ ઋતુના પાકો વિશે આધુનિક તાંત્રિકતા અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બરે રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. રાજ્યભરમાં ૨૬૬ સ્થળો એ યોજાયેલ આ રવિ કૃષિ મહોત્સવ માં ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતો સહભાગી થયા હતા.

કૃષિ મહોત્સવનો આરંભ અમદાવાદના પીરાણા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા તથા આધુનિક કૃષિમાં તકનીકી ઉપયોગ કરવા ખેડૂતોને જણાવ્યું હતું. તેમજ કૃષિ મંત્રીએ રાજ્ય સરકારની આ ખેડૂત હિતલક્ષી મહત્વની યોજનાઓ વિશે ખેડૂતોને જાણકારી આપી અને કૃષિ મહોત્સવનો લાભ લેવા જણાવ્યું હતું.

તેમજ, કૃષિ મહોત્સવના બે દિવસના આ કાર્યક્રમ દરમિયાન કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, સેવા-સેતુ, પશુ આરોગ્ય કેમ્પ અને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત પણ યોજવામાં આવી હતી. કૃષિ મહોત્સવના કાર્યક્રમોમાં ૧૪ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ શંશોધન પુરસ્કાર તથા ૩૪૮ ખેડૂતોને આત્મા બેસ્ટ ફાર્મસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, રવિ કૃષિ મહોત્સવમાં વિવિધ વિભાગો દ્વારા કુલ ૭૫૮૫ પ્રદર્શન સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા જેનો ૨,૧૦,૧૬૮ ખેડૂતોએ લાભ લીધો હતો.સાથે જ વિવિધ કૃષિલક્ષી સહાય યોજના હેઠળ કુલ ૪૭૭૯ ખેડૂતોને અંદાજીત કુલ રૂપિયા ૧૫૭૮ લાખ મૂલ્યની સહાય માટે મંજૂરીપત્રો/સહાય પત્રો/ ચેક/ પૂર્વ મંજૂરી પત્ર નું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં કુલ ૨૬૮ પશુ આરોગ્ય કેમ્પ ગોઠવાયા જેનો કુલ ૧૬૦૩૧ પશુપાલકોએ
પણ લાભ લીધો હત.

સમગ્ર રાજ્યમાં યોજાયેલ આ મહોત્સવમાં રાજ્યમંત્રીમંડળના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યઓ તેમજ જિલ્લા/તાલુકાપદાધિકારીઓ, સહકારી સંસ્થા તથા ખેડૂત સંગઠનના આગેવાનો મળીને કુલ ૨૦૯૨ અધકારીઓ ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં માણી બુલેટ ટ્રેનની સફર, પ્રતિનિધિમંડળ સાથે શેન્કેઈન ગાર્ડનની લીધી મુલાકાત

Back to top button