ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત આ રાજ્યોમાં ભારે પવન અને કરા સાથે વરસાદની આગાહી

Text To Speech

નવી દિલ્હી, 27 નવેમ્બર: IMDએ રવિવારે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશના વિવિધ વિસ્તારોમાં સોમવારે વરસાદની ચેતવણી જારી કરી છે. અગાઉ મુંબઈ પ્રાદેશિક હવામાન કેન્દ્રે રવિવારે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી હતી.પાલઘર ધુલે અને નંદુરબાર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અહમદનગર અને પુણે જિલ્લામાં વીજળીના ચમકારા સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.

IMDનું ઓરેન્જ અને રેડ એલર્ટ

હવામાન વિભાગે રવિવારે મોડી રાત્રે ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઓરેન્જ અને રેડ એલર્ટ વિસ્તારોમાં (દક્ષિણ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ)માં આગામી 2-3 કલાક દરમિયાન જોરદાર પવન અને કરા સાથે વાવાઝોડું તેમજ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશના આસપાસના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ શહેરોમાં હળવોથી મધ્યમ વરસાદ

IMDએ અન્ય પોસ્ટમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ, ભારે પવન અને કરા ચાલુ છે. તાજેતરની સેટેલાઈટ ઈમેજી ગુજરાત રાજ્ય અને દક્ષિણ રાજસ્થાન પર સ્વચ્છ આકાશ દર્શાવે છે. મધ્ય પ્રદેશમાં વાદળો છવાયેલા છે અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં કાળા ડિંબાગ વાદળો છવાયા છે.

અગાઉ, મુંબઈ પ્રાદેશિક હવામાન કેન્દ્રે રવિવારે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી હતી. પાલઘર, ધુલે અને નંદુરબાર જિલ્લામાં ભારે વરસાદની અપેક્ષા છે, જ્યારે થાણે, મુંબઈ, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, જલગાંવ, નાસિક, અહમદનગર અને પુણે જિલ્લામાં વીજળી સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 24 કલાક સુધી માવઠાની આગાહી, જાણો કયા ખાબકશે વરસાદ

Back to top button