- સવારે 8 વાગ્યે આંચકો આવ્યો અનુભવાયો
- ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 20 કિમી દૂર રહ્યું છે
- ગઇકાલે કચ્છના ભચાઉમાં આવ્યો હતો ભૂકંપ
ગુજરાતના સુરત શહેરમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સવારે 8 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો આવ્યો હતો. તેમજ ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 20 કિમી દૂર રહ્યું છે. તથા ગઇકાલે કચ્છના ભચાઉમાં ભૂકંપ આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 24 કલાક સુધી માવઠાની આગાહી, જાણો કયા ખાબકશે વરસાદ
આંચકો કચ્છ જિલ્લાના ભચાઉ અને તેની આસપાસના વિસ્તારમાં અનુભવાયો
ગઇકાલે કચ્છની ધરતી ફરી એકવાર ધ્રૂજી હતી. આ વખતે આ આંચકો કચ્છ જિલ્લાના ભચાઉ અને તેની આસપાસના વિસ્તારમાં અનુભવાયો હોવાનું સામે આવ્યું હતુ. રાત્રે 8.54ના સુમારે આ ધરતીકંપનો આંચકો આવ્યો હોવાનું નોંધાયું છે. ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે.
જાણો ભૂકંપ આવે તો શું કરવું
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવુ જોઇએ. વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ. ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો. ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય. ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું. ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે. ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું. દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.