ટ્રેન્ડિંગધર્મ

કારતક પૂર્ણિમા પર ચાર રાજયોગઃ દેવ દિવાળી પર ખાસ કરો આ કામ

  • દેવ દિવાળી પર દીપદાન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. આ દિવસે દીપદાન કરવાથી તમામ દેવી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. 

કારતક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીનું પાવન પર્વ ઉજવવામાં આવે છે. દેવ દિવાળી પૂર્ણિમા તિથિમાં પ્રદોષ કાળમાં મનાવવામાં આવે છે. શાસ્ત્રોની વાત માનીએ તો દેવ દિવાળીના દિવસે સંપૂર્ણ દેવતાઓ કાશીની પવિત્ર ભૂમિ પર ઉતરે છે અને દિવાળી ઉજવે છે, તેથી વારાણસીમાં તમામ ઘાટ પર આ દિવસે માટીના દીપ પ્રગટાવવામાં આવે છે. આ પરંપરા અનંતકાળથી ચાલી આવે છે.

આ છે પૌરાણિક કથા

પૌરાણિક કથા અનુસાર ત્રિપુરાસુર નામના રાક્ષસે ખૂબ જ આતંક મચાવ્યો હતો. આ કારણે દેવી-દેવતા અને સાથે સાથે ઋષિ મુનીઓ ખૂબ પરેશાન રહેતા હતા. તેના અત્યાચારોથી પરેશાન થઈને તમામ લોકો ભોલેનાથના શરણમાં પહોંચ્યા અને વિનંતી કરી. ત્યારબાદ ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો. ભગવાન શિવની જીતની ખુશીમાં દેવી દેવતાઓએ વારાણસીમાં ખૂબ જ દીવડા પ્રગટાવ્યા અને રોશનીથી આખું વારાણસી ઝગમગાવી દીધું હતું. ત્યારથી દર વર્ષે આ દિવસે દેવ દિવાળી ઉજવાય છે. દેવ દિવાળીને ત્રિપુરોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કારતક પૂર્ણિમા પર ચાર રાજયોગઃ દેવ દિવાળી પર ખાસ કરો આ કામ hum dekhenge news

કાર્તિક પૂર્ણિમા રાજયોગ

આ વર્ષે કાર્તિક પૂર્ણિમા 27 નવેમ્બર, સોમવારના રોજ મનાવાશે. આ દિવસે મંગળ પોતાની રાશિ વૃશ્ચિકમાં સુર્ય સાથે વિદ્યમાન થઈને ભૌમાદિત્ય નામના રાજયોગ તથા સુર્ય બુઘ એક સાથે વૃશ્ચિક રાશિમાં વિદ્યમાન થઈને બુધાદિત્ય નામના રાજયોગનું નિર્માણ કરશે. આ સાથે રુચક અને શશ નામના પંચ મહાપુરુષ યોગ આ દિવસની મહત્તા વધારશે.

આ દિવસે શું કરશો પૂજા વિધિ

  • આ દિવસે દીપદાન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.
  • આ દિવસે દીપદાન કરવાથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે.
  • આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે.
  • આ દિવસે પ્રાત કાળમાં સૂર્યોદય પહેલા જાગીને ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન પણ કરી શકો છો.
  • ઘરમાં સાફ સફાઈ કરીને ગંગાજળનો છંટકાવ કરો.
  • મંદિરની સાફ સફાઈ કરીને પૂજા સ્થળ પર બેસી તમામ દેવી દેવતાઓનું સ્મરણ કરો.
  • તમામ દેવી દેવતાઓને વિધિવત સ્ના કરાવતા તેમનું ષોડશોપચાર પૂજન કરો.
  • ભગવાન શિવ અને નારાયણના નામનું સ્મરણ કરતા પ્રદોષ કાળમાં દીપ દાન કરો.
  • ભગવાન શિવના કોઈ પણ મંત્રનો જાપ કરો. કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના વિશેષ રીતે લાભદાયક માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ પાટણના સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમા મેળાનો પ્રારંભ, રાજ્યમાંથી હજારો લોકો ઉમટ્યા

Back to top button