ઠંડીમાં કેમ વધી જાય છે હાઈ બીપીનું જોખમ? આ રીતે કરો કન્ટ્રોલ
- ઠંડીમાં હાર્ટ અને ધમની પર વધારે પ્રેશર પડવાના લીધે બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે. આ ઉપરાંત ઠંડીમાં ખાસ કરીને ખાણીપીણીની રીતમાં ફેરફાર અને ફિઝિકલ એક્ટિવિટીમાં ઘટાડો થવાના કારણે આ સમસ્યા વધે છે
આજ કાલ હાઈ બીપી (હાઈ બ્લડ પ્રેશર)ની સમસ્યા સામાન્ય બની ગઈ છે. તેનું મોટુ કારણ લાઈફસ્ટાઈલ છે. આ બીમારી વૃદ્ધો નહિ, યુવા પેઢીમાં પણ જોવા મળી રહી છે. ઠંડીમાં આરોગ્યને લઈને સાવધાન રહેવું પડે છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ ઠંડીમાં હાઈપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વધવાની શક્યતાઓ વધી જાય છે.
ઠંડીમાં હાર્ટ અને ધમની પર વધારે પ્રેશર પડવાના લીધે બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે. આ ઉપરાંત ઠંડીમાં ખાસ કરીને ખાણીપીણીની રીતમાં ફેરફાર અને ફિઝિકલ એક્ટિવિટીમાં ઘટાડો થવાના કારણે આ સમસ્યા વધે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને કન્ટ્રોલ કરવા માટે તમે આ સુપરફૂડ્સનો ઉપયોગ કરી શકો છો. જાણો હાઈ બીપીને કેવી રીતે કન્ટ્રોલ કરી શકાય છે.
લસણ
લસણનો ઉપયોગ આમ તો જમવાનું સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. તે ઘણા બધા ઘરેલુ નુસખામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. હાઈ બીપીની સમસ્યાનો સામનો કરનારા લોકોએ રોજ લસણની એક કળી સવારના સમયે ખાવી જોઈએ. આમ કરવાથી હાઈ બ્લડ પ્રેશરમાં ઘણી રાહત મળે છે.
આ પણ વાંચોઃ દેવ દિવાળીના પાવન દિવસે મોઢેરાથી બહુચરાજી સુધી ભક્તિ શક્તિ પદયાત્રાનું આયોજન
પિસ્તા
ઠંડીની સીઝનમાં પિસ્તા ખાસ ખાવા જોઈએ. પિસ્તામાં મેગ્નેશિયમ, પોટેશિયમ, મોનોઅનસેચ્યુરેટેડ ફેટ જેવા અનેક પોષકતત્વો મળી આવે છે. તે હાઈ બીપીને ઘટાડવામાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ હાઈ બીપીની સમસ્યાથી પરેશાન હોય તો પિસ્તાનું સેવન જરૂર કરો
અશ્વગંધા
ઠંડીની સીઝનમાં હાઈ બીપીની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અશ્વગંધાનો ઉપયોગ ફાયદાકારક છે. જે લોકો વજન વધવા કે હાઈ બીપીની સમસ્યાથી પરેશાન હોય તેમણે પોતાના ડાયટમાં અશ્વગંધાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. રોજ સવારે ખાલી પેટે એક ચમચી પાવડરને એક ગ્લાસ પાણી સાથે રોજ લો.
મેથી
રસોઈમાં વધાર માટે ઘણા લોકો મેથીનો ઉપયોગ કરતા હોય છે, ઘણા લોકો દાળ બાફતી વખતે પણ મેથી નાંખે છે. ઠંડીમાં મેથી ખાવાથી શરીરમાં ગરમી આવે છે. કેમ કે તેની તાસીર ગરમ હોય છે. મેથીના દાણામાં ભરપૂર માત્રામાં સોલ્યુબલ ફાઈબર હોય છે. જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત શરીરમાં ગંદા કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે.
આ પણ વાંચોઃ ઠંડીમાં શરીરને ગરમ રાખશે આ ચાનો એક કપઃ જાણી લો ફાયદા