ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીની સુરક્ષામાં ચૂક બદલ પંજાબ સરકારે SP બાદ વધુ 6 પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ

  • પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ભંગ બદલ SP, બે DSP સહિત 7ને કરાયા સસ્પેન્ડ
  • ફિરોઝપુરના તત્કાલિન એસપી ગુરવિંદર સિંહ સાંગાને કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ

ચંડીગઢ,26 નવેમ્બર : પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 5 જાન્યુઆરી, 2022ના રોજ મુલાકાત દરમિયાન સુરક્ષાને લઈને થયેલી બેદરકારીના કેસમાં પંજાબ સરકાર દ્વારા અગાઉ SPને સસ્પેન્ડ કર્યા બાદ હવે બે DSP સહિત વધુ 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફિરોઝપુરના તત્કાલિન એસપી ગુરવિંદરસિંહ સાંગા, ડીએસપી પરસન સિંહ, ડીએસપી જગદીશ કુમાર, ઈન્સ્પેક્ટર તેજિંદર સિંહ, બલવિંદર સિંહ, જસવંત સિંહ અને એએસઆઈ રાકેશ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગૃહ વિભાગ દ્વારા સસ્પેન્સનનો આદેશ આપવામાં આવ્યો

 

પંજાબના ગૃહ વિભાગ તરફથી જારી કરાયેલા આદેશ અનુસાર, ગુરવિંદરસિંહ સાંગા હાલમાં ભટિંડા જિલ્લામાં SP તરીકે તૈનાત હતા. તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 5 જાન્યુઆરી, 2022ના રોજ પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલી નાકાબંધીને કારણે વડાપ્રધાન મોદીનો કાફલો ફિરોઝપુરમાં ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો. જે બાદ તેઓ રેલી સહિતના કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપ્યા વિના પંજાબથી પરત ફર્યા હતા. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા સુરક્ષા ભંગને કારણે મોટો રાજકીય વિવાદ ઉભો થયો હતો. આ સસ્પેન્શન ઓર્ડર મુજબ, 18 ઓક્ટોબર, 2023ના રોજ બનેલી ઘટના અંગેનો અહેવાલ પોલીસ મહાનિર્દેશક (DGP) દ્વારા સબમિટ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું હતું કે, “સિંઘે તેમની ફરજ યોગ્ય રીતે નિભાવી નથી.”

સુપ્રીમ કોર્ટ દ્વારા સમિતિ કરવામાં આવી હતી નિયુક્તિ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક અંગેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલી સમિતિએ અગાઉ અનેક રાજ્યના અધિકારીઓને સુરક્ષામાં ચૂક બદલ દોષિત ઠેરવ્યા હતા. ગયા વર્ષે 12 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે સુરક્ષામાં થયેલી ચૂકની તપાસ માટે સમિતિની નિમણૂક કરતી વખતે કહ્યું હતું કે, “આ પ્રશ્નોને ‘એકતરફી તપાસ’ માટે છોડી શકાય નહીં કારણ કે તેમની તપાસ માટે ‘ન્યાયિક રીતે પ્રશિક્ષિત સ્વતંત્ર મન’ની જરૂર છે.

આ પણ જુઓ :પંજાબ: PMની સુરક્ષામાં ચૂક કેસમાં તત્કાલીન એસપી ગુરુવિદરસિંગ સસ્પેન્ડ

Back to top button