ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં ટુ-વ્હીલર પર સ્ટંટ કરતાં સગીરોના વાલીઓ સામે ગુનો નોંધાયો

  • જીવ જોખમમાં મૂકે તેવા સ્ટંટનો કારચાલકે વીડિયો બનાવ્યો
  • બે ટુવ્હિલર પર સવાર થઈને ચાર સગીરોએ સ્ટંટ કર્યો
  • કારચાલકે આ વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરીને વાઇરલ કર્યો

અમદાવાદમાં ટુ-વ્હીલર પર સ્ટંટ કરતાં સગીરોના વાલીઓ સામે ગુનો નોંધાયો છે. જેમાં સીજી રોડ પર ટુ-વ્હીલર પર સ્ટંટ કરતાં સગીરોના વાલીઓ સામે કાયદાકીય કાર્યવાહી થશે. રાહદારીઓના જીવ જોખમમાં મૂકે તેવા સ્ટંટનો કારચાલકે વીડિયો બનાવ્યો હતો.

આ પણ વાંચો: જૂનાગઢ: લીલી પરિક્રમાનો રેકોર્ડ તુટ્યો, જાણો કેટલા ભાવિકો બોરદેવી વટાવી વતન ભણી રવાના

સગીરોને વાહન આપનાર વાહનમાલિક સામે ગુનો

વીડિયોમાંના સગીરોને પોલીસે શોધી કાઢયા પણ વાહન માલિકોને નહીં. કારચાલકે આ વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરીને વાઇરલ કર્યો હતો. સીજી રોડ ગિરીશ કોલ્ડ્રિંક્સ ચાર રસ્તાથી પંચવટી પાંચ રસ્તા તરફ્ જતા રોડ પર બે ટુવ્હિલર પર સવાર થઈને ચાર સગીરોએ સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો હતો. જેમાં સગીરો ચાલુ ટુ-વ્હીકલ પર પાછળ ઊભા રહીને સ્ટંટ કરતા હતા. ત્યારે તેમની પાછળ આવી રહેલ કારચાલકે આ સગીરોનો પાછળથી વીડિયો બનાવીને વાઇરલ કર્યો હતો. જે વીડિયો ટ્રાફિક પોલીસને મળતા જ ટ્રાફ્કિ પોલીસે વીડિયોમાં દેખાતા ચારેય સગીરોને વાહન આપનાર વાહનમાલિક સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટે શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બે દિવસ વરસાદી માહોલ, જાણો કયા છે ભારે વરસાદ પડવાની આગાહી

કારચાલકે આ વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરીને વાઇરલ કર્યો

સીજી રોડ ગિરિશ કોલ્ડ્રિંક્સ ચાર રસ્તાથી પંચવટી પાંચ રસ્તા તરફ્ જતા રોડ પર એક ગાડી ચાલક પસાર થઇ રહ્યા હતા. ત્યારે કારચાલકે જોયુ તો આગળ ચાર લોકો ટુવ્હિલર પર પસાર થતા હતા. જેમાં એક ટુ વ્હીલર પર એક શખ્સ વાહન પર ઊભો થઇને પસાર થતો હતો અને બીજા વાહન પર ઊંધા બેસીને એક શખ્સ તેનો આ સ્ટંટ કરતો વીડિયો બનાવતો હતો. કારચાલકે આ વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરીને વાઇરલ કર્યો હતો. જે વીડિયો પોલીસ સુધી પહોંચ્યો હતો. જેથી બી ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે આ મામલે તપાસ કરતા ટુવ્હિલર પર સ્ટંટ કરનાર ચારેય સગીર હોવાનું સામે આવતા તેમની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન ગત 23 નવેમ્બરે રાત્રીના સમયે આ વીડિયો બનાવ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. જોકે પોલીસને સગીર મળી આવ્યા પરંતુ સગીરને વાહન આપનાર વાહન માલિક મળી આવ્યા ન હતા. જેથી પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. આ અંગે બીડિવિઝન ટ્રાફ્કિ પોલીસે વાહન માલિક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Back to top button