- કચ્છમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરાઈ
- આજે દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડશે
- સોમવારના રોજ દાહોદ, પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદ આવશે
ગુજરાતમાં બે દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં રાજ્યના વિવિઘ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. તેમાં દાહોદ અને છોટા ઉદેપુરમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી છે.
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી જાપાન ગયા, ગૃહમંત્રી આજથી દુબઈમાં જાણો શું છે કાર્યક્રમ
દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડશે
સુરેન્દ્રનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ પડશે તેમજ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદનું વિઘ્ન ટળ્યું છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. પરંતુ આ વિસ્તારમાં કમોસમી વરસાદનું વિઘ્ન ટળ્યું છે. બીજી તરફ હજુ આગામી બે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી વાતાવરણ રહેવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડશે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તાર તેમજ કચ્છમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
આ પણ વાંચો: જૂનાગઢ: લીલી પરિક્રમાનો રેકોર્ડ તુટ્યો, જાણો કેટલા ભાવિકો બોરદેવી વટાવી વતન ભણી રવાના
સોમવારના રોજ દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ, નવસારીમાં વરસાદ આવશે
દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડશે જ્યારે દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ તેમજ કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ છે. સોમવારના રોજ દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.