ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

હમાસે યુદ્ધ વચ્ચે 39 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં 17 બંધકોને કર્યા મુક્ત

  • 39 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં 13 ઇઝરાયેલી અને  4 વિદેશીઓને કર્યા મુક્ત
  • બંધનમાંથી મુક્ત થયેલા બંધકોનું પ્રિયજનો સાથે થયું પુનઃમિલન

ઈઝરાયેલ-હમાસ યુધ્ધ : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધમાં હાલમાં વિરામ છે. આ દરમિયાન, કતાર અને ઇજિપ્તના મધ્યસ્થીઓનું કહેવું છે કે, હમાસે 39 પેલેસ્ટિનિયન નાગરિકોના બદલામાં 13 ઇઝરાયેલી નાગરિકોને મુક્ત કર્યા છે તેમજ 4 વિદેશી નાગરિકોને પણ મુક્ત કરવામાં આવ્યા છે. આ બે દિવસ પહેલા મુક્ત કરાયેલા ઈઝરાયેલના નાગરિકો રવિવારે તેમના પરિવારજનોને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શનિવારે ચાર દિવસીય યુદ્ધવિરામનો બીજો દિવસ છે.

 

મીડિયા અહેવાલો અનુસાર, બંધકોને મુક્ત કરવામાં શનિવારે નિર્ધારિત કરતાં વધુ સમય લાગ્યો હતો. હમાસે કહ્યું હતું કે, “ઇઝરાયેલ યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તે માનવતાવાદી સહાય ટ્રકોને ઉત્તર ગાઝા સુધી પહોંચતા અટકાવી રહ્યો છે. હમાસનું કહેવું છે કે, “ઇઝરાયેલ દ્વારા પેલેસ્ટિનિયન બંધકોની મુક્તિ ડિલિવરી ડીલથી ઓછી હતી. હમાસના અધિકારીઓનું કહેવું છે કે ઈઝરાયેલની કાર્યવાહીને કારણે કરાર જોખમમાં આવી શકે છે. અમે મધ્યસ્થીઓ સાથે વાત કરી છે. હમાસની સશસ્ત્ર પાંખનું કહેવું છે કે તેઓએ 7 વિદેશી નાગરિકો સહિત 13 ઈઝરાયેલી બંધકોને ઈન્ટરનેશનલ રેડ ક્રોસને સોંપ્યા છે.

ઇઝરાયેલી બંધકો તેમના પરિવારો સાથે પુન:મિલન

24 નવેમ્બરના રોજ ગાઝામાં હમાસ દ્વારા મુક્ત કકરાયેલા ઇઝરાયેલી બંધકોને શ્રેડર ચિલ્ડ્રન્સ મેડિકલ સેન્ટરમાં તેમના સંબંધીઓ સાથે પુનઃમિલન કરવામાં આવ્યું છે. મહિનાઓ પછી, તેમના પરિવારના સભ્યોને જોઈને, બંધકો ભાવુક થઈ ગયા અને દોડીને તેમને ગળે લગાવ્યા. બંધકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

યુદ્ધ દરમિયાન માનસિક દવાઓની માંગમાં 30% વધારો

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ભલે અટકી ગયું હોય, પરંતુ તેના કારણે ઇઝરાયેલમાં માનસિક દવાઓની માંગ 30% વધી ગઈ છે. આ ખુલાસો ઈઝરાયેલના અખબાર સીટેક દ્વારા કરવામાં આવ્યો છે. માંગમાં વધારો થવાનું કારણ યુદ્ધને કારણે ભવિષ્યમાં દવાઓની અછતનો ડર હોવાનું કહેવાય છે. ઘણા દર્દીઓ મનોચિકિત્સક પાસે જઈને બે-ત્રણ મહિનાની દવા લખવા વિનંતી કરી રહ્યા છે. ઇઝરાયલી ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ ડેવિડ પપ્પો કહે છે કે, “ઇઝરાયેલમાં માનસિક દવાઓના પ્રિસ્ક્રિપ્શનમાં વધારો થયો નથી, પરંતુ મનોચિકિત્સકો ભયના કારણે સ્ટોકનો સંગ્રહ કરી રહ્યા છે. જે દવાઓની માંગ વધી છે તે ચિંતા અને ડિપ્રેશન માટે ઓછી અને ઊંઘની ગોળીઓ માટે વધુ છે.

આ પણ જુઓ :ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ઓસામા બિન લાદેનનો 21 વર્ષ જૂનો પત્ર વાયરલ

Back to top button