ટ્રેન્ડિંગમનોરંજન

વિક્રાંત મેસીની ફિલ્મ ’12th Fail’એ બનાવ્યો નવો રેકોર્ડ

Text To Speech

દિલ્હી, 25 નવેમ્બર: વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મ ’12th Fail’એ બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને રિલીઝના 29 દિવસ બાદ પણ ફિલ્મ સારી કમાણી કરી રહી છે. બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે આ ફિલ્મે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મને 96માં ઓસ્કર એવોર્ડ માટે મોકલવામાં આવી છે.

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ ’12th Fail’ને ઓસ્કર એવોર્ડ માટે મોકલવામાં આવી

વિક્રાંત મેસીની ફિલ્મ ’12મી ફેલ’ને 96માં ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી છે. વિક્રાંત મેસીની ’12th Fail’ આ વર્ષની સૌથી વધુ પસંદ કરાયેલી બોલિવૂડ ફિલ્મોમાંની એક રહી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Vikrant Massey (@vikrantmassey)

વિક્રાંત મેસી હાલમાં તેની તાજેતરની રીલીઝ 12મી ફેઈલને મળેલા મહાન પ્રતિસાદનો આનંદ માણી રહ્યા છે. વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી છે. વિક્રાંતે તાજેતરમાં શેર કર્યું છે કે ફિલ્મ 12મી ફેલ આગામી એકેડેમી એવોર્ડ્સ એટલે કે 96મા ઓસ્કાર એવોર્ડ્સ માટે મોકલવામાં આવી છે.

ફિલ્મે કેટલી કરી કમાણી ? 

12મી ફેલે વિશ્વભરમાં 53 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. માત્ર ભારતમાં જ આ ફિલ્મે કુલ 42.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રિલીઝના 4 અઠવાડિયા પછી પણ ફિલ્મ સારો દેખાવ કરી રહી છે. ફિલ્મને લઈને દર્શકોનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે.

ટીવી પછી, અભિનેતાએ ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કર્યો

ગયા મહિને એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ 12મી ફેલને 2024માં ઓસ્કાર માટે મોકલવાની તૈયારી કરી રહી છે. એક ઈન્ટરવ્યુમાં વિક્રાંત મેસીએ ખુલાસો કર્યો હતો કે આ ફિલ્મ ઓસ્કાર માટે મોકલવામાં આવી છે. અભિનેતાએ માત્ર 15 વર્ષની ઉંમરે અભિનય શરૂ કર્યો હતો. વિક્રાંતે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી અને ત્યારબાદ અભિનેતાએ ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી.

આ પણ વાંચો: ‘Kantara Chapter-1’નો પહેલો લૂક ક્યારે જાહેર થશે? રિષભ શેટ્ટીએ પોસ્ટ કરી તારીખ

Back to top button