ટ્રેન્ડિંગનેશનલ

ઉત્તર પ્રદેશ: 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી કર્યો ગેંગ રેપ, 5ની ધરપકડ

  • 15 વર્ષીય સગીરાનું પાંચ વ્યક્તિઓ દ્વારા અપહરણ, ત્યાર બાદ ગેંગ રેપ કરી વીડિયો કર્યો વાયરલ.
  • વીડિયો વાયરલ થતાંની સાથે જ પોલીસે કરી 5ની ધરપકડ.

ઉત્તર પ્રદેશ, 25 નવેમ્બર: ઉત્તર પ્રદેશના દેવરિયામાં મંગળવારે (21 નવેમ્બર) મોડી રાત્રે એક કિશોરીને તેના ઘરની બહારથી તે જ ગામના બે છોકરાઓ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ સગીરા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. ત્રીજા છોકરાએ સગીરાનો વાંધાજનક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. પોલીસે આ કેસમાં પાંચની ધરપકડ કરી છે. તેમાંથી માત્ર એક જ પુખ્ત વયનો છે. બાકીના ચાર સગીર છે. આ તમામ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે આગળની કાર્યવાહી પોલીસે હાથધરી છે.

કયાં અને કેવી રીતે બની ઘટના ?

આ ઘટના ગૌરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. 21 નવેમ્બરની રાત્રે ધોરણ 8માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીર વિદ્યાર્થીની શૌચ કરવા ઘરની બહાર નીકળી હતી. આ દરમિયાન પડોશના ગામમાં રહેતા અજીત નિષાદે તેના મિત્ર સાથે મળીને સગીરાનું અપહરણ કર્યું હતું. બંનેએ સગીરા પર ગેંગરેપ કર્યો હતો. અજીતના ત્રીજા સગીર સાથીદારે યુવતીનો વાંધાજનક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

પીડિતાનો વાંધાજનક વીડિયો વાયરલ થયો

સગીરા જેમ-તેમ કરીને પોતાના ઘરે પહોંચી અને પરિવારને ઘટનાની જાણ કરી. પરંતુ પરિવારની સમાજમાં છબી ખરાબ થવાના ડરના કારણે પોલીસનો સંપર્ક ન કર્યો. પરંતુ આરોપી દ્વારા બનાવવામાં આવેલ ગરીરાનો વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સગીર આરોપી પીડિતાની શાળામાં અભ્યાસ કરે છે

જ્યારે પીડિતાના પરિવારને આ અંગેની માહિતી મળી તો તેઓ ગૌરી બજાર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ગેંગ રેપની ફરિયાદ નોંધાવી. પોલીસે કેસ નોંધીને 5 છોકરાઓની ધરપકડ કરી છે, જેમાંથી ગેંગ રેપમાં સામેલ આરોપીઓમાંથી એક પુખ્ત છે. બાકીના 4 છોકરાઓ સગીર છે. પીડિતાની એ જ સ્કૂલમાં ગેંગરેપનો સગીર આરોપી અભ્યાસ કરે છે.

કેસમાં આગળની કાર્યવાહી ચાલુ: એસ.પી

આ મામલે દેવરિયાના એસપી સંકલ્પ શર્માએ કહ્યું કે, એવું સામે આવ્યું છે કે 15 વર્ષની સગીર સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક સગીર સંબંધી વાંધાજનક વિડીયો વાયરલ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. કેસ નોંધ્યા બાદ 5 છોકરાઓને પકડવામાં આવ્યા છે. આ અંગે આગળની કાર્યવાહી હાથધરી છે.

આ પણ વાંચો: સૌમ્યા વિશ્વનાથન હત્યા કેસમાં સજા જાહેર, 4 ગુનેગારોને આજીવન કેદ

Back to top button