અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

સૂચિત રાષ્ટ્રીય સહકારી નીતિમાં અસંગઠિત મહિલાઓના પ્રતિનિધિત્વ માટે સેવાની રજૂઆત

Text To Speech
  • નવી રાષ્ટ્રીય સહકારી નીતિ અંગેની સમિતિના અધ્યક્ષ સુરેશ પ્રભુએ અમદાવાદમાં સેવા સંસ્થાના અગ્રણીઓ સાથે બેઠક યોજીને ચર્ચા કરી

અમદાવાદ, 25 નવેમ્બર:  નવી રાષ્ટ્રીય સહાકારી નીતિ અંગેની સમિતિના અધ્યક્ષ સુરેશ પ્રભુએ અમદાવાદ ખાતે SEWA કો-ઓપરેટિવ ફેડરેશનની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે કોર્પોરેટિવ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ VAMNICOMના ડાયરેક્ટર ડૉ.હેમા યાદવ, ડૉ.વાય.એસ.પાટીલ, વેંકટેશ, જ્યોતિન્દ્ર મહેતા અને જે.વી.શાહ સાથે બેઠક કરી સંસ્થાના મહિલા કાર્યકરોના હિતમાં ચર્ચા કરી હતી. જેમાં ફેડરેશન બોર્ડ સભ્યોના સલાહ-સૂચન લઈ તેમની અસંગઠિત મહિલા કાર્યકર કેન્દ્રિત ભલામણોને આવકારી હતી. મહત્ત્વનું છે કે, SEWAએ મહિલા આર્થિક સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરતી 110 મહિલા પ્રાથમિક સહકારી સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા છે.

SEWA_HD News

SEWAના આરોગ્ય સહકારીના સેક્રેટરી પુષ્પાબેને મિટિંગમાં શિક્ષણની જરૂરિયાત અંગે ભારપૂર્વક જણાવીને ફેડરેશન દ્વારા ડિજિટલ સાક્ષરતાની તાલીમ મેળવવાની માગણી કરી હતી. તેમણે કહ્યું કે, ફેડરેશન દ્વારા વિકસિત ગ્રાસરૂટ માસ્ટર ટ્રેનર્સ સભ્યો સુધી પહોંચવામાં સૌથી વધુ અસરકારક સાબિત થયા છે. આ ઉપરાંત, સંગિની ચાઇલ્ડકેર કૉ-ઓપરેટિવના બોર્ડ મેમ્બર યશોદાબેને આજીવિકાના મુખ્ય સ્ત્રોત અને મહિલા અનૌપચારિક કામદારો જેમ કે સંભાળ ક્ષેત્ર જેવા વધારાના ક્ષેત્રોનો સમાવેશ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

SEWA_HD News

આ સિવાય, SEWA કૉ-ઓપરેટિવ ફેડરેશને સહકારી નીતિ-નિર્માણ અને અમલીકરણના તમામ પાસાઓમાં અસંગઠિત કામદારો ખાસ કરીને મહિલાઓના અવાજ અને સમાન પ્રતિનિધિત્વ પર ભાર મૂક્યો હતો. મહિલા ખેડૂતોની સહકારી મંડળીના ચેરપર્સન શારદાબેને તમામ સહકારી સંસ્થાઓના સંચાલનમાં મહિલાઓ માટે 50% અનામતની દરખાસ્ત કરી હતી. સહકારી સંસ્થાઓની મહિલાઓની માગણીઓના આધારે SEWAએ એક ટાસ્ક ફોર્સ સ્થાપવાની સમિતિની દરખાસ્તને પૂરા દિલથી સમર્થન વ્યક્ત કર્યું.

આ પણ વાંચો: ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ કાઉન્સિલના પોર્ટલ પર આધારકાર્ડ લિંક કરવું પડશે

Back to top button