ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કરાચીમાં બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, 11નાં મૃત્યુ અને ડઝનબંધ ઘવાયા

Text To Speech

કરાચી, 25 નવેમ્બર: કરાચીમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ ઘટના શનિવારે કરાચીના રાશિદ મિન્હાસ રોડ પર બની હતી. અહીંના બહુમાળી શોપિંગ મોલમાં ભીષણ આગમાં 11 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે કેટલાય ડઝન લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે. દાઝી ગયેલા ઘણા લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે.

શનિવાર હોવાથી મોલમાં સારી એવી ભીડ હતી. મોલમાં આગ લાગતાં જ ચારેબાજુ અરાજકતાનો માહોલ સર્જાયો હતો અને લોકો બૂમાબૂમ કરવા લાગ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને પોલીસે કેસ નોંધીને ઘટનાની તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારી સુમૈયા સૈયદે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે નવ મૃતદેહોને હોસ્પિટલોમાં લવાયા હતા. જેમાંથી આઠને જિન્ના પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટર (JPMC) અને એક સિવિલ હોસ્પિટલ કરાચીમાં લાવવામાં આવ્યા હતા.

બીજી તરફ, જિલ્લા પૂર્વના ડેપ્યુટી કમિશનર અલ્તાફ શેખે કહ્યું કે, મોલમાં લાગેલી ભીષણ આગમાં 22 લોકોને બચાવી લેવાયા હતા. જેમાંથી એકનું રસ્તામાં મૃત્યુ થયું હતું.

આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સવારે લગભગ સાત વાગ્યે બીજા માળે લાગેલી આગએ શોપિંગ મોલના ચોથા, પાંચમા અને છઠ્ઠા માળને પણ લપેટમાં લીધું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઘાયલોમાંથી છની હાલત ગંભીર છે. બિલ્ડિંગમાંથી બચાવી લેવામાં આવેલા રઉફ હમીદે એક ન્યૂઝ એજન્સી ને જણાવ્યું કે હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે. જ્યારે આગ લાગી ત્યારે અમે સુરક્ષિત રૂમ તરફ દોડીને પોતાને બચાવ્યા. ધુમાડો એટલો તીવ્ર હતો કે અમે સમજી શક્યા નહીં કે શું થઈ રહ્યું છે.

આ પણ વાંચો: થાણેમાં ભંગારની દુકાનમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ, બેનાં મૃત્યુ

Back to top button