ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પંજાબ: PMની સુરક્ષામાં ચૂક કેસમાં તત્કાલીન એસપી ગુરુવિદરસિંગ સસ્પેન્ડ

Text To Speech

  • ડીજીપી પંજાબ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ બાદ ગુરુવિદરસિંગને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
  • ગુરુવિદરસિંગ વડાપ્રધાનની મુલાકાત સમયે એસપી ઓપરેશન ફિરોઝપુર હતા.

પંજાબ, 25 નવેમ્બર: ગત વર્ષે પંજાબમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ફિરોઝપુરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક થઈ હતી, આ મામલાની તપાસ બાદ ડીજીપી પંજાબ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ બાદ ગુરુવિદરસિંગનું સસ્પેન્શન કરવામાં આવ્યું છે. પીપીએસ અધિકારી ગુરુવિદરસિંગ વડાપ્રધાનની મુલાકાત દરમિયાન એસપી ઓપરેશન ફિરોઝપુર હતા. રિપોર્ટમાં ટિપ્પણી કરવામાં આવી છે કે અધિકારીએ તેમની ફરજમાં બેદરકારી દાખવી હતી. જે બાદ ગુરુવિદરસિંગને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમય દરમિયાન સસ્પેન્ડ કરાયેલ અધિકારીને પોલીસ હેડક્વાર્ટરમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. ગુરુવિદરસિંગ અધિકારીઓની મંજૂરી વિના હેડક્વાર્ટર છોડી શકશે નહીં

તપાસ સમિતિના અહેવાલમાં પંજાબના તત્કાલિન મુખ્ય સચિવ અને ડીજીપીને દોષિત ઠેરવવામાં આવ્યા

  • ફિરોઝપુરમાં વડા પ્રધાનની સુરક્ષામાં બેદરકારીને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી તપાસ સમિતિના રિપોર્ટમાં પંજાબના તત્કાલિન મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી અને ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયને દોષી ઠેરવવામાં આવ્યા છે.

શું છે સમગ્ર મામલો?

5 જાન્યુઆરી, 2022ના રોજ પીએમ પંજાબના પ્રવાસે ગયા હતા. જ્યારે તેઓ ભટિંડા એરપોર્ટથી હુસૈનીવાલા રોડ માર્ગે જઈ રહ્યા હતા ત્યારે તેમનો કાફલો અડધો કલાક સુધી ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો. ત્યારે ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે પંજાબ સરકારને પીએમ મોદીના કાર્યક્રમ અને મુલાકાત વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી, છતાં આવી સ્થિતિ કેવી રીતે થાય? નિયમો અનુસાર, રાજ્યને સુરક્ષાની સાથે આકસ્મિક યોજના તૈયાર રાખવાની જરૂર હતી. જો કે તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન પણ ચર્ચામાં રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “તેમના સીએમનો આભાર માનજો કે હું જીવતો પાછો આવી ગયો છું”

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીએ ફાઈટર જેટ તેજસમાં ઉડાન ભરી, બેંગ્લોર એરબેઝ પહોંચ્યા

Back to top button