ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ડ્રગ્સના પૈસા ન હોવાથી પતિ-પત્નીએ પોતાના જ બાળકો વેચી માર્યા !

Text To Speech
  • મુંબઈ પોલીસે ડ્રગ્સ માટે બાળકોને વેચવા બદલ 4 સામે કેસ નોંધ્યો છે, આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

મુંબઈ, 24 નવેમ્બર: ડ્રગ્સનું વ્યસન કેટલું ખતરનાક હોઈ શકે છે તેનું મોટું ઉદાહરણ મુંબઈમાંથી સામે આવ્યું છે. મુંબઈમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે પતિ-પત્નીએ ડ્રગ્સના પૈસા ન હોવાને કારણે પોતાના જ બાળકને વેચી દીધું છે. આ મામલાની માહિતી મળતા જ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં 4 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

બાળકો કેટલામાં વેચાયા?

મુંબઈના અંધેરી વિસ્તારમાં એક દંપતીએ ડ્રગ્સની લત માટે પૈસા એકઠા કરવા માટે પોતાના જ બે બાળકોને વેચી દીધાની ઘટના પ્રકાશમાં આવી છે. છોકરાના પરિવારજનોને આ વાતની જાણ થતાં જ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ કેસમાં પોલીસે આરોપી દંપતી અને અન્ય ચાર સામે ગુનો નોંધ્યો છે. આરોપી દંપતીએ છોકરાને 60 હજાર રૂપિયામાં અને એક મહિનાની છોકરીને 14 હજાર રૂપિયામાં વેચી દીધી હતી.

આ રીતે સમગ્ર આયોજન થયું

પોલીસે શબ્બીર ખાન તથા તેની પત્ની સાનિયા, ઉષા રાઠોડ અને શકીલ મકરાણી વિરુદ્ધ ડ્રગ્સ માટે બાળકોને વેચવા બદલ કેસ નોંધ્યો છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે શબ્બીર અને સાનિયા ડ્રગ્સના બંધાણી હતા, તેઓ ડ્રગ્સ વગર રહી શકતા ન હતા. તે જ સમયે આરોપી મહિલા રાઠોડ તેના સંપર્કમાં આવી અને તેણે ખાન દંપતીને તેમના પહેલા પુત્રને વેચવા માટે સમજાવ્યા અને તેમના બે વર્ષના પુત્ર હુસૈન અને એક મહિના અને 22 દિવસની પુત્રીને વેચી દીધી. જે વ્યક્તિને વેચાણ કરવામાં આવ્યું હતું તેની ઓળખ હજી થઈ નથી.

કેવી રીતે સામે આવ્યો કેસ ?

સૂત્રોએ વધુમાં જણાવ્યું કે જ્યારે આરોપી શબ્બીરની બહેન રૂબીના ખાનને આ વાતની જાણ થઈ તો તે ચોંકી ગઈ હતી. તે તેના ભાઈ પર ગુસ્સે થઈ ગઈ અને તરત જ ડીએન નગર પોલીસ સ્ટેશન પહોંચી. મહિલાએ ભાઈ અને ભાભી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક કેસ નોંધ્યો હતો. આ પછી કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: ચીનમાં ફરી વાયરસઃ ભારતના આરોગ્ય મંત્રાલયની આ નવી બીમારી પર ચાંપતી નજર

Back to top button