ટ્રેન્ડિંગધર્મ

ગાડીમાં પણ રહેશે પોઝિટિવિટીઃ ફોલો કરો આ વાસ્તુ ટિપ્સ

Text To Speech
  • એવી માન્યતા છે કે ગાડીમાં ખોટા વાસ્તુના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. જેના કારણે વ્યક્તિએ જીવનમાં અનેક વખત અપ્રિય ઘટનાઓનો સામનો કરવો પડે છે.

વાસ્તુ અનુસાર નકારાત્મક ઊર્જાના અશુભ પ્રભાવોથી બચવા માટે ઘર ઉપરાંત વાહનના વાસ્તુનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ કારણે પોઝિટિવિટી વધે છે. એવી માન્યતા છે કે ગાડીમાં ખોટા વાસ્તુના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. જેના કારણે વ્યક્તિએ જીવનમાં અનેક વખત અપ્રિય ઘટનાઓનો સામનો કરવો પડે છે. જાણો નેગેટિવિટીથી છુટકારો મેળવવા માટે શું છે વાસ્તુના નિયમો.

ભગવાનની મૂર્તિ

વાસ્તુ અનુસાર સકારાત્મક ઊર્જા વધારવા માટે ગાડીના ડેશબોર્ડ પર ગણેશજી, દુર્ગા માતા કે શિવજીની પ્રતિમા જરૂર રાખો. એવી માન્યતા છે કે તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને દેવી-દેવતાઓની કૃપાથી સંકટ પણ દૂર થાય છે.

કાચબો

વાસ્તુ અનુસાર નેગેટિવિટી દૂર કરવા માટે ગાડીમાં કાળો કાચબો પણ રાખી શકાય છે. આમ કરવું મંગળકારી માનવામાં આવે છે.

ગાડીમાં આ વસ્તુઓ રાખશો તો દૂર થશે નેગેટિવિટી hum dekhenge news

પાણીની બોટલ

વાસ્તુ અનુસાર ગાડીમાં પાણીની બોટલ જરૂર રાખવી જોઈએ. એવી માન્યતા છે કે તેનાથી મન સ્પષ્ટ અને જાગૃત થાય છે. કારની અંદરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

મોર પીંછ

કારમાં મોર પંખ, શિવજીનું ડમરુ કે માં દુર્ગાની ચુંદડી રાખવી શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવનની બાધાઓ ટળે છે, પરંતુ ધ્યાન રાખો કે ગાડીમાં આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ, નહીંતર નેગેટિવ ઉર્જાનો સામનો કરવો પડી શકે.

ગાડીમાં આ વસ્તુઓ રાખશો તો દૂર થશે નેગેટિવિટી hum dekhenge news

ક્રિસ્ટલ સ્ટોન

ગાડીમાં નેચરલ સ્ટોન કે ક્રિસ્ટલ સ્ટોન રાખવો શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તેનાથી કારમાં સકારાત્મક ઉર્જા જળવાયેલી રહે છે.

ચાઈનીઝ સિક્કા

કારમાં ગોલ્ડન કલરના ચાઈનીઝ સિક્કા રાખવા પણ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તે ગાડીના રંગ, ઈન્ટિરિયર અને સાઈઝની વચ્ચે સંતુલન જાળવી રાખે છે અને વાહનનું વાસ્તુ દૂર થાય છે.

કારમાં આ વસ્તુઓ ન રાખો

વાસ્તુ મુજબ કારમાં ક્યારેય તુટેલી ફુટેલી વસ્તુઓ ન રાખવી જોઈએ, ગાડીમાં વધુ ગંદકી પણ ન હોવી જોઈએ. કારના કાચની સાફ-સફાઈનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

આ પણ વાંચોઃ જૂનાગઢઃ જય ગિરનારી નાદ સાથે લીલી પરિક્રમામાં ભક્તોનું ઘોડાપૂર

Back to top button