ગીરનારની લીલી પરિક્રમા દરમિયાન કિશોરીને દીપડો ઉઠાવી ગયો, વન વિભાગને મૃતદેહ મળ્યો
જૂનાગઢ, 24 નવેમ્બરઃ (Junagadh)ગીરનારની લીલી પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે.(Girnar lili parikrama) આ પરિક્રમા દરમિયાન આજે વહેલી સવારે હાજતે ગયેલી એક કિશોરી પર દીપડાએ હૂમલો કરીને તેને ઉઠાવીને જંગલમાં ભાગી ગયો હતો.(leopard attack)આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી. કલાકોની શોધખોળ બાદ વન વિભાગની ટીમને આ કિશોરીનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
ખૂંખાર દીપડાએ કિશોરી પર હૂમલો કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીના રાજુલાના વિક્ટર ગામથી પરિક્રમા કરવા માટે આવેલા પરિવારની 11 વર્ષની કિશોરી આજે વહેલી સવારે હાજતે ગઈ હતી. આ દરમિયાન ખૂંખાર દીપડાએ તેની પર હૂમલો કર્યો હતો અને તેને જંગલમાં લઈ દોડી ગયો હતો. દીકરીને દીપડાની ચૂંગાલમાંથી છોડાવવા માટે પરિવારે પણ દોટ મુકી હતી. તે ઉપરાંત આ પરિક્રમા રૂટ પરની વન વિભાગની ટીમને જાણ કરતાં જ આ ટીમ પણ દોડી ગઈ હતી અને કિશોરીને શોધી કાઢી હતી. જો કે દીપડાના હૂમલામાં કિશોરીનું મૃત્યુ થયું હતું. કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વન વિભાગ દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ પણ વાંચોઃ જૂનાગઢઃ જય ગિરનારી નાદ સાથે લીલી પરિક્રમામાં ભક્તોનું ઘોડાપૂર