જમ્મુ-કાશ્મીર: ગુફામાં સંતાઈને હુમલો કરનાર બે આતંકવાદી ઠાર
- જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા, આતંકવાદીઓ ગુફામાં રહીને હુમલો કરી રહ્યા હતા
- ઓપરેશન ગુરુવારે શરુ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સેનાએ 2 અધિકારી અને 3 જવાન ગુમાવ્યા હતા
જમ્મુ-કાશ્મીર, 24 નવેમ્બર: જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ અંગે સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે રાજૌરી વિસ્તારના જંગલોમાં એક નાની ગુફા હતી, જેનો ઉપયોગ આતંકવાદીઓ રહેવા માટે કરતા હતા. તેમણે કહ્યું કે આવા ઠેકાણા શોધીને તેમાં ઘૂસવું ખુબજ અઘરુ હોય છે. જો કે ભારતીય સેનાના સ્પેશિયલ ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ગુરુવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના 2 અધિકારીઓ અને 3 જવાન શહીદ થયા હતા.
#WATCH | On being asked if some of the terrorists could be soldiers of the Pakistan Army’s Special Forces, Northern Army Commander Lt Gen Upendra Dwivedi says, “Some of the terrorists have been found to be retired soldiers…Pakistan wants to bring foreign terrorists here as… pic.twitter.com/rZVbj0N0aa
— ANI (@ANI) November 24, 2023
સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા
આ મામલે કાર્યવાહી કરતા સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. આ ઓપરેશન દરમિયાન ખબર પડી કે રાજૌરીમાં જ્યારે બે દિવસથી એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું ત્યારે પાકિસ્તાનમાં લશ્કરના કમાન્ડર મિનિટ-મિનિટ પર નજર રાખી રહ્યા હતા. માર્યો ગયો આતંકવાદી પાકિસ્તાનનો રહેવાસી હતો અને લશ્કરનો ટોચનો કમાન્ડર હોવાનું કહેવાય છે. કાલાકોટ જંગલમાં એન્કાઉન્ટર દરમિયાન પાકિસ્તાન દ્વારા ડ્રોન દ્વારા આ આતંકીને હથિયાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સેનાએ તેને નિષ્ફળ બનાવી દીધો હતો.
- ભારતીય સેના દ્વારા માર્યા ગયા બે આંતકવાદીઓ પાસેથી બે એકે-47 રાઈફલ્સ, દસ મેગેઝિન અને દારૂગોળો, કપડાં, દવાઓ અને અન્ય સામગ્રી મળી આવી.
#WATCH | Two AK-47 rifles, ten magazines and ammunition, clothes, medicines and other paraphernalia recovered from terrorists who were neutralised in the Bajimaal area of Kalkote in Rajouri in an encounter with security forces yesterday. pic.twitter.com/t3jwNI08G3
— ANI (@ANI) November 24, 2023
ઓપરેશન ક્યારે શરૂ થયું?
19 નવેમ્બરના રોજ સુરક્ષા એજન્સીઓને રાજૌરીના જનરલ એરિયા પશ્ચિમ નિહારી તાવીમાં બે આતંકવાદીઓ હોવાની પ્રથમ માહિતી મળી હતી. આ માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે બંને આતંકવાદી છે અને સેના લાંબા સમયથી તે આતંકવાદીઓને શોધી રહી હતી. આ માહિતી બાદ સેનાએ ઓપરેશન શરૂ કર્યું હતું. લગભગ 25 કલાકથી ચાલી રહેલા આ ઓપરેશનમાં હવે સમાચાર પ્રકાશમાં આવ્યા છે કે બંને આતંકીઓ માર્યા ગયા છે. મળતી માહિતી મુજબ માર્યા ગયેલા એક આતંકીનું નામ કારી છે. કારી એક પાકિસ્તાની છે જે લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર હતો. તે ગયા વર્ષથી રાજૌરી-પૂંચમાં તેના જૂથ સાથે સક્રિય હતો. મળતી માહિતી મુજબ તે એક પ્રશિક્ષિત સ્નાઈપર પણ હતો જે ગુફાઓમાં ગુપ્ત રીતે કામ કરતો હતો.
આ પણ વાંચો: ટનલ દુર્ઘટના: લક્ષ્ય માત્ર થોડા મીટર દૂર, સાંજ સુધીમાં કામદારો બહાર આવી શકે છે