ધરમપુરમાં ઓવરલોડ રિક્ષા પલટી ખાતા બે મુસાફરોના ઘટના સ્થળે મૃત્યુ, આઠ લોકો ઘાયલ
વલસાડઃ (VALSAD)ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. (Dharampur)ઓવરસ્પીડ ચાલતા વાહનોને કારણે હીટ એન્ડ રન જેવા અકસ્માતો વધુ પ્રમાણમાં સર્જાઈ રહ્યાં છે.(Auto rickshaw accident) ત્યારે વલસાડના ધરમપુરમાં રિક્ષા ચાલકની બેદરકારીને કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. (Police)જેમાં બે મુસાફરોના ઘટના સ્થળે જ મૃત્યુ થયાં છે.
રિક્ષા ઢાળ ઉતરતી વખતે બેકાબુ થઈ હતી
વલસાડના ધરમપુર ગામે 10થી વધુ મુસાફરો ભરીને જતી રિક્ષાનો અકસ્માત સર્જાયો છે. રિક્ષા ચાલકની બેદરકારીને કારણે બે લોકોના મૃત્યુ થયા છે. ધરમપુરના રાજપુરી જંગલ ગામથી પસાર થઈ રહેલી રિક્ષા ઢાળ ઉતરતી વખતે બેકાબુ થઈ હતી. રિક્ષાના ડ્રાઈવરે બ્રેક લગાવતા બ્રેક લાગી નહોતી. જેથી રિક્ષા 10 ફૂટ ઊંડા ખાડામા ખાબકી હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે અન્ય આઠ મુસાફરોને ગંભીર ઈજાઓ થતાં ધરમપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. પોલીસે આ ઘટનાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ શહેરમાં 38 પ્રીમિયમ હોટેલો પર GST ટીમના દરોડા