

- કાચી નોંધ રદ કરાવવા ખેડૂતો ગાંધીનગર દોડયા છે
- કાચી નોંધ તમામ ક્ષેત્રફળમાં આવરી લેવામાં આવી
- રદ કરવાની મૌખિક બાંહેધરી છતાં તમામ ક્ષેત્રફળમાં કાચી નોંધ પાડી
ભારતમાલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે હવે કલોલના ખેડૂતોએ મોરચો માંડયો છે. જેમાં કાચી નોંધ રદ કરાવવા ખેડૂતો ગાંધીનગર દોડયા છે. તેમાં રદ કરવાની મૌખિક બાંહેધરી છતાં તમામ ક્ષેત્રફળમાં કાચી નોંધ પાડી દેવાઈ છે. તથા જમીનોના સર્વે નંબરોમાં કાચી નોંધ પાડવામા આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરોમાં આજે છે કમોસમી વરસાદની આગાહી
કાચી નોંધ રદ્દ કરાવવા માટે ખેડૂતો ગાંધીનગર દોડી આવ્યા
ભારતમાલા પ્રોજેક્ટમાં સંપાદિત થયેલી જમીનોમાં પડેલી કાચી નોંધ રદ્દ કરાવવા માટે ખેડૂતો ગાંધીનગર દોડી આવ્યા હતા. તેઓએ કલેક્ટરને મળીને આ કાચી નોંધ ગેરકાયદે રીતે પડી હોય રદ્દ કરવાની માંગ કરી હતી. આ મામલે આવેદનપત્ર પણ આપવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છેકે, ભારત માલા પ્રોજેક્ટમાં મામસા અને કલોલના નવ ગામોની જે જમીનો સંપાદિત થવાની છે તે જમીનોના 565 સર્વે નંબરોમાં ગત તા. 20 નવેમ્બરના રોજ કાચી નોંધ પાડવામા આવી હતી.
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કાચી નોંધ તમામ ક્ષેત્રફળમાં આવરી લેવામાં આવી
આ નોંધ પડતા જ ખેડૂતો સફાળા જાગ્યા હતા. પ્રાથમિક તપાસમાં જે સર્વે નંબરોમાં કાચી નોંધ પાડવામાં આવી હતી તે સર્વે નંબરો પૈકી કેટલાકમાં માત્ર થોડી જ જમીન સંપાદિત થતી હતી. જ્યારે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કાચી નોંધ તમામ ક્ષેત્રફળમાં આવરી લેવામાં આવી છે. જેથી પણ ખેડૂતોમાં નારાજગી છે. કાચી નોંધ પડતા જ ખેડૂતો તેને રદ્દ કરાવવા માટે આજે ગાંધીનગર દોડી આવ્યા હતા. તેઓએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું. આ મામલે ખેડૂતોએ જણાવ્યુ હતુકે, તંત્ર દ્વારા ખોટી રીતે જમીનોના સર્વે નંબરોમાં કાચી નોંધ પાડવામા આવી છે.
હજુસુધી કોઇ જ ખેડૂતને કોઇ વળતર બાબત નક્કી થઇ નથી
હજુસુધી કોઇ જ ખેડૂતને કોઇ વળતર બાબત નક્કી થઇ નથી. ખેડૂતોએ સંમતિ પણ આપી નથી. અને રાતોરાત આ કાચી નોંધ પાડી નાખવામાં આવી છે. જેના કારણે તેઓએ કલેક્ટરને મળી ઉપરોક્ત સમસ્યા આવેદનરૂપે આપીને કાચી નોંધ રદ્દ કરવા માટે માંગ કરી હતી. કલેક્ટરે આ મામલે કાચી નોંધ મામલે યોગ્ય કરવા માટે મૌખિક બાંહેધરી આપી હતી.